આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબજ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે.
હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જેવી રીતે મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. તે પરથી સ્પષ્ટ થય છે કે આવનાર સમય ગુજરાત કોંગ્રેસ માટે ખુબ કપરો સાબિત થશે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જ્યારથી મીડિયા સમક્ષ ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ છે. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવાં પરિબળો સક્રિય થયા છે.
હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપા માં જોડાવાની વાત અંગે પૂર્વ કૃષિ મંત્રી આને ઈફકોના ચેરમેન ગુજરાત રાજ્ય અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે હાર્દિક પટેલને રોકડું પરખાવી દીધું છે અને હાર્દિક પટેલને કચરો ગણાવ્યો છે અને નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જાય તો પણ ભાજપને કોઈ ફેર નહિ પડે તેવું જણાવ્યું છે.
દિલીપભાઈ સંઘાણીએ હાર્દિક પટેલને ભાજપમાં લાવવા બબાતે તે વાતનું ખંડન કરતા કહ્યું હતું કે મારા મતે તેને ન લાવવો જોઈએ, ભાજપમાં કચરો ભેગો ન કરાય. આવું મારું વ્યક્તિગત માનવું છે. હાર્દિકે પાટીદાર સમાજમાં કહ્યુ હતુ કે, હું કોઇપણ રાજકીય પાર્ટીમાં નહીં જોડાવ અને હાર્દિક પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કરીને કોંગ્રેસમાં જોડાયા. હવે પાટીદારો હાર્દિકનો વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે તેને મહત્ત્વ આપવાનું બંધ કર્યું એટલે એને અસંતોષ ઉભો થયો છે. હવે તે ગમે ત્યાં જાય તેની વિશ્વાસઘાતીની ઓળખ છે તે બદલી ન શકે. વિશ્વાસઘાતી માણસ ક્યાય પણ જાય તે વિશ્વાશ્ઘાત જ કરે.
ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતુ કે સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે, આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.