કટિહાર(Katihar) જિલ્લામાં જિલ્લા પરિષદના સભ્ય અને બીજેપી(BJP) નેતા સંજીવ મિશ્રા (Sanjeev Mishra)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બાઇક સવાર અજાણ્યા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. કટિહારનો આ વિસ્તાર બિહાર-બંગાળ બોર્ડર પાસે છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના તેલટા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંજીવ મિશ્રાને તેમના ઘરની સામે બે બદમાશોએ ગોળી મારી દીધી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
મૃતક સંજીવ મિશ્રા વર્ષોથી બિહાર-બંગાળ સરહદના સુદૂર વિસ્તારમાં ભાજપની રાજનીતિ કરી રહ્યા હતા. આ પહેલા પણ વિધાન પરિષદની ચૂંટણી વખતે તેમના પર જીવલેણ હુમલો થયો હતો અને ત્યાર બાદ આજે સવારે અજાણ્યા હથિયારધારી આરોપીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંજીવ મિશ્રા કટિહાર વિધાન પરિષદના સભ્ય અશોક કુમાર અગ્રવાલના નજીકના હતા. જોકે, પ્રાથમિક તપાસમાં પરસ્પર અદાવતનો મામલો સામે આવી રહ્યો છે. મામલાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બીજી તરફ આ ઘટનાને લઈને રોષે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી દીધો છે. સાથે જ રોષે ભરાયેલા ગ્રામજનોએ તેલટા ઓપી પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે આસપાસના તમામ રસ્તાઓ સીલ કરી દીધા છે અને ગુનેગારોને પકડવા દરોડા પાડી રહ્યા છે. આશંકા છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગારો પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.