નેતાઓના રંગીન કિસ્સાઓ અવાર નવાર જાણવા મળતા હોય છે. ત્યારે લોકડાઉનમાં મહિલા મિત્રને મળવા આવેલા હરિયાણાના પંચકુલાના ભાજપના નેતા ચંદ્રપ્રકાશ કથુરિયા ચંદીગઢની ઊંચી બિલ્ડીંગના બે માળ નીચે પટકાયા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસને તેઓ હજી સુધી નિવેદન આપવાની સ્થિતિમાં નથી. પગમાં ફ્રેક્ચર થયું છે. પોલીસે ગંભીર ઈજાઓ થતાં નેતા કંઈ કહી શક્યા નથી.
ભાજપના નેતા ચંદ્રપ્રકાશ કથુરિયા એક મહિલા મિત્રને મળવા ચંદીગઢ એકાએક પહોંચ્યા હતા. આ સમય દરમિયાન કોઈએ ફ્લેટનો ડોરબેલ વગાડ્યો હતો. ભાજપના નેતા ચંદ્રપ્રકાશ કથુરિયા પકડાઈ ન જાય તે માટે ફ્લેટની બાલ્કનીમાંથી દોરડું લટકાવી ઉતરવા જતાં તેનો પગ લપસી ગયો હતો અને ઊંચી બે માળની ઈમારતથી પડકાયા હતા અને ઈજાગ્રસ્ત થઈને જમીન પર બેસી ગયા હતા.
ભાજપના નેતા ચંદ્રપ્રકાશ ગંભીર રીતે ઘાયલ છે, એવો ફોન શુક્રવારે પોલીસ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. પીસીઆરએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેઓ ગુપ્ત રીતે મહિલા મિત્રને મળવા ગયા હતા. જેનું નામ જાહેર થઈ શકે તેમ નથી. ઘરની ઘંટડી કોણે મારી હતી તે હવે પોલીસ શોધી રહી છે.
ફ્લેટમાં એ મહિલા કોણ હતી તેનું નામ ફ્લેટના લોકો જાણે છે. પોલીસ આ બધાનું નિવેદન લઈ શકે છે. જેમાં બહાર આવી શકે કે કેટલા સમયથી તેઓ અહીં ગુપ્ત રીતે આવતાં હતા. આ ઘટના બન્યા બાદ પોતાની છબી સ્વચ્છ રાખવા માટે ભાજપે આ નેતાને 6 વર્ષ માટે પાર્ટીથી સસ્પેન્ડ કર્યા છે. ભાજપના અનેક નેતાઓની ચરિત્ર આ રીતે બહાર આવતાં રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news