આવી ગઈ ભાજપના લોકસભા ઉમેદવારોની યાદી, પ્રથમ યાદીમાં આવ્યા ચોંકાવનારા નામ સામે

BJP Loksabha candidate list: ભાજપની જાહેરાત અનુસાર પહેલી યાદીમાં 195 ઉમેદવારો જાહેર કરાયા છે. યુપીના ૫૧, બંગાળ ૨૬, મધ્યપ્રદેશના ૨૪, ગુજરાતના ૧૫ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં  50 અને 28 વર્ષથી ઓછી વયના 47 ઉમેદવારો, મહિલા ઉમેદવારો, 27 SC, 18 ST અને 57 OBC ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના કયા ઉમેદવારોને આ યાદીમાં સ્થાન મળ્યું છે એના પર એક નજર:

વારાણસીથી  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી- લાલુભાઈ પટેલ થી ચૂંટણી લડશે.

BJP Loksabha candidate list for Gujarat:

કચ્છ- વિનોદ ચાવડા (Kachchh Vinod Chavda), બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી (Banaskantha Rekhaben Chaudhari), પાટણથી ભરતસિંહજી ડાભી (Patan Bharatsinhji Dabhi), ગાંધીનગરથી અમિત શાહ (Gandhinagar Amit Shah), અમદાવાદથી પશ્ચિમ દિનેશ મકવાણા (Ahmedabad West Dinesh Makvana), રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા (Rajkot Purushottam Rupala).

પોરબંદર થી મનસુખ માંડવીયા (Porabandar Mansukh Mandaviya), જામનગર  થી પૂનમ માડમ (Jamnagar Punam Madam), આણંદ થી મિતેશ પટેલ (Anand Mitesh Patel), ખેડાથી દેવુસીહ ચૌહાણ (Kheda Devusinh Chauhan), પંચમહાલ થી રાજપાલસિહ યાદવ (Panchmahal Rajpalsinh Yadav).

દાહોદથી જશવંતસિંહ ભાભોર (Dahod Jashvantsinh Bhabhor), ભરૂચથી મનસુખ વસવા (Bharuch Mansukh Vasava), બારડોલીથી પ્રભુ વસાવા (Bardoli Prabhu Vasava), નવસારીથી સી આર પાટીલ (Navasari C R Paatil).

મધ્યપ્રદેશના વિદિશા થી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી લડશે.