અમુલ દૂધની થેલીઓમાં જીવાત: અમદાવાદમાં અમૂલ ગોલ્ડ દૂધની થેલીઓમાં નીકળી કીડીઓ

Ahemdabad News: અમદાવાદ શહેરમાં ખાવા પીવાની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે.ત્યારે અમદાવાદમાં અમૂલ દૂધમાંથી કાળી કીડીઓ નીકળી હોવાનું સામે આવ્યું છે.કુબેરનગર આવેલ અમૂલ પાર્લર દૂધ ખરીદવામાં આવ્યું હતું,જે બાદ અમૂલ ગોલ્ડ 3 દૂધની થેલીમાંથી કીડીઓ(Ahemdabad News) નીકળતા અમૂલ કંપનીને ફરિયાદ કરવામાં આવી હતી.તેમ છતા કોઇ યોગ્ય ઉતર નહિ મળતા AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દૂધની થેલીમાંથી નીકળી કીડી
અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં એક યુવતીએ નજીકમાં આવેલ અમુલના પાર્લર પરથી અમુલ ગોલ્ડ દૂધની ત્રણ થેલી ખરીદી હતી.જે બાદ ઘરે આવીને એક વાસણમાં કાઢતા તેમાં કાળા રંગની કીડીઓ નીકળી હતી.જે બાદ તે અમુલ પાર્લર પર પહોંચી હતી.તો ત્યાં તે યુવતીને અમુલના ઈમેલ પર ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું.

AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરી
અમુલ દૂધમાંથી કીડીઓ નીકળતા આ યુવતીએ અમુલના ઈમેલ પર તે અંગે ફરિયાદ કરી હતી.પરંતુ આ મામલે કોઈ જવાબ આવ્યો ન હતો,જે બાદ ફોન કરવામાં આવ્યો હતો.કંપની તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે બેથી ત્રણ દિવસમાં તેમને જવાબ આપવામાં આવશે.જો કે ઘણા દિવસો વીતી ગયા બાદ પણ અમુલ તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા આ યુવતી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી.

દૂધમાંથી કીડીઓ નીકળવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું અમુલ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?કારણકે ઘરમાં બાળકો વડીલ સહીત જો અન્ય લોકો આ પ્રકારના દૂધનું સેવન કરે તો બીમાર પાડવાની ભીતિ સેવાઈ છે.