ભાજપે 2014 ખુબ સારી રીતે સરકાર બનાવી હતી. આખું ભારત મોદીનો જયજયકાર કરી રહ્યું હતું. પણ તેના કામોથી દરેક રાજ્ય માંથી ધીમે ધીમે વળતા પાણી ચાલુ થયા હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં કોંગ્રેસનું અસ્તિત્વ મિટાવવાના સપનાં જોનાર ભાજપને પણ હવે સ્થાનિક રાજ્યોમાં અસ્તિત્વ સાબિત કરવા માટે પણ ફાંફા પડી રહયાં છે. મોદી ચમત્કાર પર વિશ્વાસ રાખી 2019 માં તો પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર આવી ગઈ પણ જો આપણે રાજ્યો પર નજર નાખીએ તો માલુમ પડે કે અહિયાં ભાજપને કેવી પરિસ્થિતિ છે ?
ભારતીય જનતા પાર્ટીએ 2018 થી લઈને અત્યાર સુધીમાં ત્રણ મોટા રાજ્યો ગુમાવી દીધા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક સાથે ચૂંટણી હતી. જેમાં નજીવી સરસાઈ મેળવી કોંગ્રેસ પાર્ટી ભૂસકો મારી ગઈ અને સત્તાના સિંહાસન પર વિરાજમાન થઈ ગઈ. જ્યારે આ વર્ષે થયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં શિવસેનાએ ભાજપને મુખ્યપ્રધાન રૂપી ફૂંફાડો મારી તમામ સંબંધો કિનારે કરી નાંખ્યા. જેથી ગુજરાતના ત્રણ પાડોશી રાજ્યોમાં હવે કોંગ્રેસની સરકાર બની જશે તેવી પૂરી સંભાવના છે. આ સ્થિતિ એવી જ છે કે જ્યારે નરેન્દ્ર મોદી તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે ગુજરાતના પાડોશી રાજ્યોમાં કોંગ્રેસનો દબદબો હતો જે ધીમે ધીમે ઘટ્યો અને હવે ફરી એક વખત વધી રહ્યો છે. જેમાંથી ગુજરાતે પણ વહેલી તકે બોધપાઠ લેવાની જરૂર છે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હવે ગુજરાત તરફ ધ્યાન દોરશે. ગુજરાતમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ નથી પણ સરકાર સામે આવાનો માહોલ છે. ગુજરાતની જનતા પાસે મજબૂત વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસ જનતાની નારાજગીનો ફાયદો ઉઠાવવા નવી રણનીતિ ઘડી રહ્યું છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે ગુજરાતમાં મજબૂત થવા માટે પ્રયાસો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર બની તો ગુજરાતને 3 બાજુથી ઘેરવાની રણનીતી બનશે એ હવે ફાયનલ થઈ ગયું છે. કોંગ્રેસને હવે સ્થાનિક નેતાઓ પર પણ ભરોસો રહ્યો નથી. જેથી રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્રના કદાવર નેતાઓના આગેવાની હેઠળ ભાજપને પછાડવા માટે નવી રણનીતિ ઘડાય તો પણ નવાઈ નહીં.
ગુજરાતના પ્રાદેશિક નેતાઓમાં જૂથવાદનો મામલો ઉચ્ચકક્ષા સુધી પહોંચેલો છે. હાલમાં કોંગ્રેસના વિરોધની આગેવાની અન્ય નેતાઓની હાથમાં હોવાનું પણ રણનીતિના ભાગરૂપે છે. કોંગ્રેસનું મોવડીમંડળ સારી રીતે જાણે છે કે, મોદી અને શાહનું મનોબળ તોડવું હશે તો તેમને ગુજરાતમાં અટકાવવા જરૂરી છે. શાહ અને મોદીનું પીઠબળ એ ગુજરાત છે. અહીં સત્તા પરિવર્તનનો મતલબ દેશભરમાં કોંગ્રેસનો ફરી દબદબો. એ માટે કોંગ્રેસમાં આયોજનો ઘડાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપ સત્તાથી દૂર રહ્યું તો શિવસેના સરકાર ગુજરાત માટે મુસિબત બની રહે તો નવાઈ નહીં. ગુજરાતને ઘેરવા માટે મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાનના નેતાઓને સુકાન અપાય તો પણ નવાઈ નહીં. કોંગ્રેસ 3 બાજુથી ગુજરાતને ઘેરવાની રણનીતિ બનાવી રહી છે.
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત બન્યા છે મોટી મુસિબત
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને વસુંધરા રાજે વચ્ચે મોટી ટક્કર હતી. રાજસ્થાનના ઈતિહાસને જોવામાં આવે તો વર્ષોથી અહીં કોઈ પણ પાર્ટી માત્ર 5 વર્ષ જ શાસન કરી શકે છે. 2018માં અહીં વસુંધરારાજેને મુખ્યમંત્રી પદેથી હટાવી અશોક ગેહલોત સત્તામાં આવ્યા. જેમાં બીજેપીને 73 અને કોંગ્રેસને 100 બેઠકો મેળવી. તડજોડની રાજનીતિ રમી હોત તો પણ 26 અન્યોને મળેલી બેઠકોમાંથી ધારસભ્યોને લઈ ભાજપ સત્તા બનાવી શકી હોત પણ એવું થયું નહીં અને સત્તા કોંગ્રેસના હાથમાં ગઈ.
અહીં અધુરી માહિતી આપવામાં આવી છે, બીજી માહિતી માટે જુઓ ભાગ 2.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.