પાકિસ્તાનનું નામ લઈને મુસ્લિમો પર નિશાન તાક્યુ, પણ ભાજપના કેબિનેટ મંત્રીને પોસ્ટ ડિલીટ કરવી પડી- વિચારો કોનો ફોન આવ્યો હશે?

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની વિરુદ્ધમાં ઠેર ઠેર પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા હતા. સતત ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી એકબીજા પર આંકરા પ્રહારો કરતી નજરે ચડી રહી છે. જ્યારે આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી(Purnesh Modi)નું ટ્વીટ(Tweet) ચર્ચાનો વિષય બન્યું છે.

પૂર્ણેશ મોદી એ ટ્વિટ કરતાં જાણું શું લખ્યું?
મંત્રી ટ્વીટ કરતા લખ્યું છે કે, ઓખા થી દ્વારકા બેટ જવા માટે જે બોટનો ઉપયોગ થાય છે તેમાંથી ૯૦ ટકા બોટ મુસ્લિમ સમુદાયની છે. જે લોકો હિન્દુ તહેવારોના સમયે ચાર ગણું ભાડું વસૂલ કરે છે જેથી હિન્દુ લોકો પૌરાણિક સમયમાં બનેલા મંદિરે દર્શન કરવા માટે ન જઈ શકે.

વધુમાં જણાવતા લખ્યું છે કે, બેટ દ્વારકાના મોટાભાગના મુસ્લિમ પરિવારોના સંબંધ પાકિસ્તાન સાથે છે. મોટાભાગના પરિવારોની દીકરીઓ પાકિસ્તાનમાં સાસરે છે. તથા પાકિસ્તાનના મુસ્લિમોની અનેક દીકરીઓ બેટ દ્વારકામાં સાસરે છે.

વધુ ઉમેરતા કહ્યું છે કે, 2005 ના સેટેલાઈટ મેપ માં બેટ દ્વારકા ની અંદર માત્ર છ દરગાહ દેખાય છે. જ્યારે વર્ષ 2022 ના સેટેલાઈટ મેપ માં અને સ્થળ ઉપર અંદાજે 78 દરગાહ, મજારો અને મસ્જિદ બની ગયેલ છે. જે દરિયાકાંઠે ઊભી થઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ ઇન્ટરનેશનલ એક્ટિવિટીનો મુખ્ય ભાગ છે.

શા માટે પૂર્ણેશ મોદીને ડીલીટ કરવું પડ્યું ટ્વીટ?
કેબિનેટ લેવલના મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વીટ તો કરી દીધું પણ ગણતરીના સમયમાં જ આ ટ્વીટ ડીલીટ કરવું પડ્યું હતું. ત્યારે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે, મંત્રીજીને શું આ ટ્વીટ ડીલીટ કરવા માટે કોઈનો ફોન આવ્યો હશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *