ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કેટલો ફાયદો? ઈતિહાસની 5 પદયાત્રા જેણે બદલી રાજકીય પવનની દિશા

કોંગ્રેસે ભારત જોડો યાત્રા એવા સમયે શરૂ કરી છે કે પાર્ટી સામે ધણા પડકારો ઉભા છે. પાર્ટીની આવી ખરાબ હાલત પ્રથમવાર નથી થઈ આગળ કેટલીય…

કોંગ્રેસે ભારત જોડો યાત્રા એવા સમયે શરૂ કરી છે કે પાર્ટી સામે ધણા પડકારો ઉભા છે. પાર્ટીની આવી ખરાબ હાલત પ્રથમવાર નથી થઈ આગળ કેટલીય વખત ખરાબ પરિસ્થતિનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીએ એક આશા સાથે ભારત જોડો યાત્રા શરૂ કરી છે કે પાર્ટીને લોકોનો પ્રેમ મળશે. ભારત જોડો યાત્રા પહેલાં એવી પદયાત્રા પણ યોજાઇ ગઈ છે કે જેનાથી રાજકારણને નવી દિશા મળી હતી.

હાલમાં કોંગ્રેસ સામે મોટો પડકાર એ છે કે પોતાની પાર્ટીના નેતાઓને કેવીરીતે અન્ય પાર્ટીમાં જતા રોકી શકે, અને ક્યાં નેતાઓની નારાજગી દૂર કરી પાર્ટીમાં પાછા લાવી શકાય. કોંગ્રેસે પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તાઓને પાછા સક્રિય કરી લોકોનું સમર્થન મેળવી શકાય અને ૨૦૨૪ ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવી શકે.

હાલમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સંકટનો સામનો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીને ૧૯૯૮ થી ૨૦૦૪ સુધી પણ પાર્ટીએ બહુ જ કપરા સમયનો સામનો કરવો પડ્યો હતો. જયારે ૧૯૯૮માં ભાજપ ૧૩ દિવસના કાર્યકાળ પછી સત્તામાં પાછી આવી હતી. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા હતા. ત્યારે શાઈનિંગ ઇન્ડિયાના સૂત્રોચ્ચાર સાથે મીડિયાના પોલના અંદાજો પણ ભાજપ તરફી હતા, પરંતુ ચૂંટણીનું પરિણામ જોઈને બધા ચોકી ગયા. વાજપેયીએ કહ્યું કે, આ એક એવી ચૂંટણી હતી જેમાં જીતનારને જીતની અને હારનારને હારની આશા ન હતી.

૨૦૦૪ ની ચૂંટણીમાં કોઈને પણ જાણકારી ન હતી કે કોંગ્રેસની જીત પાછળ કોણ જવાબદાર છે. કહેવાય રહ્યુ છે કે, હરિયાણાના સોનીપતમાં એક ચૂંટણી રેલીમાં એક સૂત્રએ પાર્ટીને જીતાડવાનું કામ કર્યું હતું અને આ પાર્ટીનું પણ સૂત્ર બની ગયું હતું. એ સૂત્ર હતું ‘ ભારત ચમકી રહ્યું છે, પરંતુ સામાન્ય લોકોને શું મળ્યું?

૧૯૯૮માં કોંગ્રેસની જેવી હાલત હતી તેવી જ હાલત ૨૦૧૪માં પણ કોંગ્રેસની થઈ ગઈ, જયારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની. શું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દેશની રાજનીતિમાં નવો બદલાવ લાવશે? આ યાત્રાથી કોંગ્રેસને સમર્થન કરતા લોકોનું આત્મવિશ્વાસ વધારી દિધો છે. પરંતુ આ યાત્રાથી કોંગ્રેસ પાર્ટીમાં કેટલો બદલાવ થાય છે તે આગામી સમય જ કહી શકશે.

દેશમાં ભારત જોડો યાત્રા જેવી અનેક પદયાત્રા યોજાઇ ગઇ છે , જે રાજકારણની દિશા બદલી નાખી છે….
૧. ચંદ્રશેખર, ૧૯૮૩
સમાજવાદી નેતા ચંદ્રશેખરે ૧૯૮૩માં રાહુલ ગાંધીની દાદી અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના વિરૂધ્ધમાં ૪૨૦૦ કિમીની ભારત યાત્રા કરી હતી. આ યાત્રાથી ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં ચંદ્રશેખરે લોકપ્રિય નેતા અને રાજીવ ગાંધીના દુશ્મન બનેલા વી.પી.સિંહ અને બીજી અન્ય પાર્ટી ગઠબંધન કરી ‘ જનતા દળ ‘ પાર્ટી બનાવી.

૨. રાજશેખર રેડ્ડી, ૨૦૦૩
રાજશેખરે રેડ્ડીની ‘ પ્રજા પ્રસ્થાનમ ‘ નામની ૧૫૦૦ કિમીની પદયાત્રા યોજી અને લોકોનું સમર્થન મળતા ૨૦૦૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

૩. ચંદ્રબાબુ નાયડુ, ૨૦૧૪
નાયડુએ ૨૮૦૦ કિમીની ૨૦૮ દિવસની ‘ હું તમારા માટે આવી રહ્યો છું ‘ નામની પદયાત્રા શરૂ કરી હતી અને ૨૦૧૪માં રાજનીતિમાં લોકોનું સમર્થન મળતા વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તામાં આવી હતી.

૪. જગન મોહન રેડ્ડી, ૨૦૧૭
૨૯૧૪માં ચૂંટણી હાર્યા પછી આંધ્રપ્રદેશમાં ૩૬૪૮ કિમીની પદયાત્રાનું આયોજન કરી અને આ યાત્રા ૩૪૧ દિવસ સુધી ચાલી હતી. ત્યાર પછી ૨૦૧૯માં જગત મોહન મુખ્યમંત્રી બન્યા હતા.

૫. દિગ્વિજય સિંહ, ૨૦૧૭
૨૦૧૭માં ૩૩૦૦ કિમીની પદયાત્રા કરી હતી. આ યાત્રાને કારણે રાજયમાં કોગ્રેસને નવજીવન મળ્યું હતું અને ફરીથી સત્તા ર્કોંગ્રેસની આવી હતી.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, ૨૦૨૨
કન્યાકુમારી થી કાશ્મીર સુધીની આ વર્ષની સૌથી મોટી ૫ મહિનાની ભારત જોડો યાત્રા શરૂ છે. આ યાત્રામાં યુવા, મહિલાઓ, વુદ્ધ દરેક લોકો જોડાયા છે. કોંગ્રેસની ટીમ રાહુલ ગાંધીને એક સન્માન અને પ્રેમાળ રાજનેતા તરીકે જોવા માંગે છે.

ભારત જોડો યાત્રા થી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને કેટલો ફાયદો થાય છે એ તો આવનારો સમય જ બતાવી શકશે. કોગ્રેસ પાર્ટીનું માનવું છે કે એમને નવા મતદાતાઓ નથી જોઈતા પરંતુ જે પાર્ટીથી નારાજ થઈને ૨૦૧૪માં પાર્ટીમાંથી જતા રહ્યા છે એ લોકોને પાર્ટીમાં પાછા લાવવા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *