રાજસ્થાનમાં આવેલ કોટા શહેર ના ભાજપા ધારાસભ્ય ભવાની સિંઘ રાવત દ્વારા કહેવામાં આવ્યું છે કે અંબાણી-અદાણીને 500 અને 1000 ની નોટ બંધ થવાની અગાઉથી જ જાણ હતી. બુધવારે(16 નવેમ્બર) ઇન્ટરનેટ પર રિલીઝ કરવામાં આવેલ એક વીડિયોમાં ભાજપાના ધારાસભ્ય કથિત રીતે આવું કહેતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેઓ કહે છે કે,” અદાણી, અંબાણી અતરામ-સતરામ આ બધાને પહેલેથી જ ખબર હતી. તેમને ઈશારો કરવામાં આવ્યો હતો. તેમણે પોતાનું કરી લીધું.” જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ભવાનીસિંહ ને આ વિડીયો વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ વિડીયો અમુક પત્રકારો સાથે તેમની વાતચીતનો છે જેને નકારાત્મક રીતે જાહેર કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે,”આ વીડિયોમાં જેવું દેખાડવામાં આવી રહ્યું છે તેવું મેં કંઈ નથી કીધું.” નવી 2000 ની નોટ વિશે આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે,”નવી નોટો એકદમ થર્ડ ક્લાસ છે અને નકલી જેવી લાગે છે.”
#Expose Adani, Ambani etc knew about demonetisation in advance & sorted, claims BJP MLA Bhawani Singh Rajawat from RJ criticising the move! pic.twitter.com/Dvc67xBkXI
— Gaurav Pandhi (@GauravPandhi) November 16, 2016
વીડિયોમાં કથિત રીતે ધારાસભ્યશ્રી નરેન્દ્ર મોદી સરકારના નોટબંધીના ઐતિહાસિક નિર્ણય ની આલોચના કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે,” પહેલા તમે પૂરી કરે છે પ્રિન્ટ કરો. દેશની વસ્તી અને તેમની જરૂરીયાત મુજબ કરન્સી પ્રિન્ટ કરો, ત્યારબાદ એક સાથે નોટબંધી કરો. હવે પેટ્રોલ પંપની કિંમત ની જેમ રાતે 12 વાગ્યે 500 અને 1000ની નોટ બંધ કરવાનો શું મતલબ ?” ભવાનીસિંહ એ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન કહ્યું કે,” અમુક પત્રકારો મારા કોટામાં સ્થિત આવાસ પર આવ્યા હતા, કારણ કે મંગળવારે હું તેમને મારા ક્ષેત્રના ગામડાઓ ની પરિસ્થિતિ બતાડવા લઈ ગયો હતો. પરંતુ તેમણે ગેરરીતિથી મારી અનૌપચારિક વાતો રેકોર્ડ કરી લીધી.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016 ના રોજ 500 અને 1000ની નોટો તે જ દિવસે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ કરી હતી. જુની નોટો 30 ડિસેમ્બર સુધીમાં બદલી આપવાની બાહેંધરી આપી હતી. નોટબંધી માં સામાન્ય માણસ ખૂબ જ પરેશાન થયા હતા. લોકો કલાકો ના કલાકો સુધી લાઈનમાં ઊભા હતા. જેમના ઘરે લગ્ન જેવા શુભ પ્રસંગો હતાં તેમને પણ પૈસાની ખપત પડી હતી. અર્થશાસ્ત્રીઓ નું માનવું છે કે હાલમાં છે મંદી છે તેનું કારણ પણ નોટ બંધી અને જીએસટી હતા.