બીજેપી સાંસદ: મહાત્મા ગાંધીનો સ્વતંત્રતા સંઘર્ષ એક નાટક હતું, આપને સત્યાગ્રહથી નથી મળી આઝાદી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનંતકુમાર હેગડે એ એકવાર ફરી પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. આ વખતે તેમણે મહાત્મા ગાંધી પર નિશાન સાધતા તેમના સ્વતંત્રતા આંદોલનને ‘ડ્રામા’ જાહેર કર્યું છે. બેંગ્લોરમાં શનિવારે એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આખું સ્વતંત્રતા આંદોલન અંગ્રેજોની સહમતી અને સમર્થનથી ઘડવામાં આવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે,” તેમાંના કોઈપણ તથા કથિત નેતાને પોલીસે નથી માર્યા. તેમનું સ્વતંત્રતા આંદોલન એક નાટક હતું. આ નાટક અંગ્રેજોની મંજૂરીથી ભજવવામાં આવ્યું હતું. આ કોઈ વાસ્તવિક લડાઈ નહોતી. ” તેમણે મહાત્મા ગાંધીની ભૂખ હડતાલ અને સત્યાગ્રહને પણ નાટક જાહેર કરી દીધું.

તેમણે કહ્યું કે,” કોંગ્રેસનું સમર્થન કરનાર લોકોનું કહેવું છે કે ભારતને ભૂખ હડતાલ અને સત્યાગ્રહના કારણે આઝાદી મળી છે. આ સાચું નથી. અંગ્રેજો સત્યાગ્રહના કારણે દેશ છોડીને નથી ભાગ્યા. અંગ્રેજોએ પરેશાન થઈને આઝાદી આપી દીધી છે. ઇતિહાસ વાંચવાથી મારું લોહી ઉકળે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની ગયા છે. “

જણાવી દઈએ કે આનંદ કુમારે પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલાં જ તેમણે નિવેદન આપીને પાર્ટી માટે મુસીબત ઊભી કરી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે રાતે જે રીતે એનસીપીના નેતા અજિત પવાર સાથે મળીને સવારે રાજ્યમાં સરકાર બનાવી હતી, તેની પાછળ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા હતા. તેમનું કહેવું હતું કે દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખજાનામાંથી ૪૦,૦૦૦ કરોડ રૂપિયા કેન્દ્રને આપી દીધા. આનંદ કુમારે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ 80 કલાક મુખ્યમંત્રી રહ્યા હતા અને આટલા સમયમાં તેમણે પોતાનું કામ પૂરું કરી દીધું.

સાથે હેગડે એ કહ્યું કે,” તમને યાદ છે કે અમારો માણસ 80 કલાક માટે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બન્યો હતો. ત્યારબાદ ફડણવીસે રાજીનામું આપી દીધું. તેમણે આવું નાટક શા માટે કર્યું? શું અમને ખબર નહોતી કે અમારી પાસે બહુ મત નથી, છતાં પણ મુખ્યમંત્રી બન્યા. આ સવાલ દરેક જણ પૂછી રહ્યો છે. મુખ્યમંત્રી પાસે અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયા હતા. જો કોંગ્રેસ,શિવસેના અને એનસીપી સત્તામાં આવત તો તેઓ આ પૈસા નો દુરઉપયોગ કરે. આ બધો કેન્દ્ર નો રૂપિયો હતો અને તેનો ઉપયોગ રાજ્યના વિકાસ માટે ન થાત. આ બધું જ બહુ પહેલા નક્કી થઈ ગયું હતું. આ કારણે આ નાટક રચવામાં આવ્યું. ફડણવીસે શપથ લેતાની સાથે જ ૧૫ કલાકમાં બધો જ પૈસો કેન્દ્રને મોકલી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *