રેલ્વે સ્ટેશનના નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન શા માટે લખવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ…

રેલ્વે સ્ટેશનનાં નામ તો તમે સાંભળ્યા જ હશે પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે, જે-તે રેલ્વે સ્ટેશનનાં મુખ્ય નામ સાથે ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન (Junction) શા માટે લખવામાં આવે છે.

કેમ લખવામાં આવે છે. દા. ત. બાંદ્રા ટર્મિનલ, મુંબઈ સેન્ટ્રલ, મથુરા જંકશન વગેરે. કદાચ તમને એવું લાગતું હોય કે, આવું લખવા પાછળ કોઈ તથ્ય નથી તો તમે અજાણ છો. આજે અમે તમને જણાવીશું કે જે-તે શહેરનાં રેલ્વે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ, સેન્ટ્રલ અને જંકશન લખવા પાછળનું રહસ્ય શું છે? ચાલો જાણીએ..

ટર્મિનલ (Terminal) :

ટર્મિનલ એટલે એવું સ્ટેશન કે ત્યાંથી આગળ કોઈ રેલ્વે ટ્રેક ન હોય. મતલબ ટ્રેન જે દિશામાંથી આવી છે, એ જ દિશામાં પાછી જવાની છે. અત્યારે ભારતમાં કુલ 27 ટર્મિનલ સ્ટેશન આવેલા છે. જેમાં છત્રપતિ શિવાજી અને લોકમાન્ય તિલક ટર્મિનસ એ જાણીતા ટર્મિનલ સ્ટેશનો છે.

સેન્ટ્રલ (Central) :

સેન્ટ્રલનો મતલબ એવો છે કે જે-તે શહેરમાં એકથી વધુ રેલ્વે સ્ટેશન આવેલા છે. બીજો મતલબ એવો છે કે તે સ્ટેશન શહેરનું સૌથી વધુ વ્યસ્ત અને મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતમાં મુંબઈ, ચેન્નઈ, કાનપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એમ કુલ 5 જાણીતા સેન્ટ્રલ સ્ટેશનો છે.

જંકશન (Junction) :

જંકશનનો મતલબ એવો છે કે અહીંયા ટ્રેનનાં આવવા-જવાના 3 કે તેથી વધુ રસ્તા છે. એટલે કે ટ્રેન એક રસ્તેથી આવી શકે અને બીજા બે રસ્તેથી જઇ શકે છે.

આપણા દેશમાં કુલ 315 જંકશન આવેલા છે. જેમાં 3 રૂટવાળા : 181, 4 રૂટવાળા : 109, 5 રૂટવાળા : 20 (દા.ત. વિજયવાડા જંકશન), 6 રૂટવાળા : 04 (દા.ત. સેલમ જંકશન), 7 રૂટવાળા : 01 (મથુરા જંકશન)

ભારતીય રેલ્વે વિશે જાણવા જેવું :

સૌપ્રથમ 8 મે, 1857માં મુંબઈ થી થાણા વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી.

ભારતીય રેલ્વે વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે.

ભારતીય રેલ્વે કુલ 1,19,630 કિ.મી.નો રેલ્વે ટ્રેક ધરાવે છે.

ભારતીય રેલ્વે દરરોજ 66,687 કિ.મી જેટલું અંતર કાપે છે.

ભારતીય રેલ્વે વિશ્વનું 8માં નંબરનું સૌથી વધુ કર્મચારી ધરાવતું ડિપાર્ટમેન્ટ છે.

ભારતીય રેલ્વેમાં લગભગ 14,00,143 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળનું ખડગપુર રેલ્વે સ્ટેશન છે જેની લંબાઈ 3519 ફૂટ છે.

આખા ભારતમાં ભાવનગર રેલ્વે સ્ટેશન જ એક એવું છે કે, જ્યાં કુલી તરીકે મહિલાઓ કામ કરે છે.

દુનીયામાં સૌથી લાંબુ નામ ધરાવતું રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશનું છે તેનું નામ Venkatanarasimharajuvaripeta

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *