ભારતીય જનતા પાર્ટી(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ(JP Nadda Twitter Account Hacked) છે. હેકરે એકાઉન્ટ હેક કર્યા બાદ સોરી પણ લખ્યું. આ માહિતી પછી તેના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવી – “માફ કરશો મારું એકાઉન્ટ હેક થઈ ગયું છે. અહીં રશિયાને દાન આપવા માટે કારણ કે તેમને મદદની જરૂર છે.
આ પહેલા જેપી નડ્ડા દ્વારા યુપી વિધાનસભા ચૂંટણીને લઈને એક ટ્વીટ કરવામાં આવી હતી. આજે (27 ફેબ્રુઆરી) યુપીમાં 5માં તબક્કા હેઠળ મતદાન ચાલી રહ્યું છે.
સવારે કરવામાં આવેલા એક ટ્વિટમાં જેપી નડ્ડાએ લખ્યું- “ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની તમામ 61 બેઠકોના મતદારોને આજે મારી અપીલ છે કે, તેઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને એક મજબૂત સરકાર બનાવવા માટે તેમની ભૂમિકા ભજવવી જોઈએ. રાજ્ય પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોને લોકશાહીને મજબૂત કરવા આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.