ગુજરાત(GUJARAT): દેશમાં શિક્ષણ ક્રાંતિની શરૂઆત દિલ્હી (Delhi)થી થઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Education Minister Manish Sisodia)ના નેતૃત્વમાં દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિની વાતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજતી રહી છે.
આજે દેશમાં ક્યાંય પણ સારી શાળાઓ અને સારી શિક્ષણ વ્યવસ્થા અને આરોગ્ય વ્યવસ્થાની વાત થાય છે, તો ચોક્કસ દિલ્હીના કેજરીવાલ મોડલની વાત થાય છે, આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પહેલીવાર આવી અદ્ભુત વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વ્યવસ્થા પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશને એક ઉદાહરણ આપ્યું છે. અરવિંદ કેજરીવાલએ આખા દેશના નેતાઓ અને પાર્ટીઓને એક રસ્તો બતાવ્યો છે કે, જો નિયત સાફ હોય તો પરિવર્તન નિશ્ચિત છે.
ગુજરાત ભાજપે અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલની પોલ ખોલવા માટે 17 નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી મોકલ્યું છે. અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલનું ‘નિરીક્ષણ’ કરવા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લઇ રહ્યું છે. જેમાં ભૂતપૂર્વ મંત્રીઓથી લઈને ધારાસભ્યો પણ સામેલ છે.
ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હીમાં શાળાની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન ભાજપના નેતાઓ ત્યાની સરકારી સ્કુલના ખુબ જ વખાણ કરી રહ્યા હતા. તેથી જે સ્કુલમાં ભાજપના નેતાઓ ગયા હતા, તે જ સ્કુલમાં AAP ધારાસભ્ય સંજીવ ઝા પણ મુલાકાતે ગયા હતા. તેથી AAP ધારાસભ્ય સંજીવ ઝાએ ભાજપના આ સમગ્ર જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે.
વાસ્તવમાં, ભાજપના નેતાઓ દિલ્હીના ખજુડી ખાસ નગરમાં આવેલ સર્વોદય સ્કુલમાં મુલાકાતે ગયા હતા. ત્યાં જઈને ખરેખર ભાજપના નેતાઓએ સમગ્ર શાળાની મુલાકાત લીધી જ નહોતી. તેઓએ શાળાના બદલે ભંગાર અને સ્ટોર રૂમનો વીડિયો બનાવ્યો હતો. તે શાળાના સ્ટોર રૂમમાં બેન્ચીસો મુકવામાં આવી હતી, માત્ર તેનો જ વિડીઓ ભાજપના નેતાઓ દ્વારા બનવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ત્યાના શિક્ષક અને આચાર્ય કે કોઈ અધિકારીને પણ મળ્યા ન હતા.
આ અંગે જયારે AAP ધારાસભ્ય સંજીવ ઝાએ શાળાના આચાર્ય સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ સમગ્ર શાળાની મુલાકાત લીધી જ ન હતી. અમે તેમના સાથે વાત કરવા માટે તેમજ તેમના સ્વાગત માટે કેટલા ઉત્સુક હતા. પરંતુ તેઓ માત્ર સ્ટોર રૂમનો વિડીઓ બનાવી ચાલ્યા ગયા હતા. આ શાળાના આચાર્ય પોતે ભાજપના નેતાને શાળા બતાવવા માંગતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.