40 સ્ટાર પ્રચારકો કડી-વિસાવદર પેટા ચૂંટણીના મેદાનમાં, લિસ્ટમાં ભૂપેન્દ્ર પટેલથી લઇને…!

BJP Star Campaigners: આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ભાજપે કડી અને વિસાવદર (BJP Star Campaigners) વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપ હાઇકમાન્ડે જૂના જનસંઘી રાજેન્દ્ર ચાવડાની પસંદગી કરી છે. જે સમગ્ર કડી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

ભાજપે જાહેર કર્યું સ્ટાર પ્રચારકનું લિસ્ટ, કોણ કોણ કરશે પ્રચાર
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના સ્ટાર પ્રચારકોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, પુરૂષોત્તમ રૂપાલા, જીતુભાઇ વાઘાણી સહિત 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી છે.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં બીજેપીનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં બીજેપીએ પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા બન્ને બેઠકો પર જીતનું લક્ષ્યાંક રાખ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ બન્ને બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે.

બંને બેઠક પર 40 સ્ટાર પ્રચારકોની યાદી ભાજપે જાહેર કરી હતી. ભાજપના સ્ટાર પ્રચારકો પેટાચૂંટણીને લઈ પ્રચાર કરશે.ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા.