BJPના દિગ્ગજ નેતાનું રાજીનામું, ભાજપના કેટલાક નેતાઓએ ઇન્કમટેક્ષના અધિકારીઓ સાથે મળીને હેરાન કર્યાનો લગાવ્યો આરોપ

સુરત(Surat): ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા જ રાજકારણને લઈને સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સુરતના ઉપપ્રમુખ…

સુરત(Surat): ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા જ રાજકારણને લઈને સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સુરતના ઉપપ્રમુખ પદેથી પીવીએસ શર્માએ રાજીનામું આપી દીધું છે. ત્યારે હવે આ રાજીનામાંને કારણે ભાજપમાં મોટો ભડકો થયો છે.

સી. આર પાટીલને રાજીનામું લખતા જાણો શું કહ્યું?
પીવીએસ શર્માએ રાજીનામામા લખ્યું છે કે, 15 વર્ષ સુધી જે પાર્ટીમાં શિસ્ત બદ્ધ કાર્યકર્તા તરીકે સેવા આપી છે એ પાર્ટીને વિદાય કરવું બહુ મુશ્કેલ છે. કેટલા સમયથી વિચારતો હતો કે ભારતીય જનતા પાર્ટીમાં રહું કે છોડી દઉં. છેલ્લે મારા અંતર આત્માનો અવાજ સાંભળી આજે ભાજપ છોડવાનો નિર્ણય કર્યો છે. વધુમાં કહ્યું છે કે, કેટલા કારણોસર પાર્ટીના પ્રદેશ નેતૃત્વની મારા પ્રતિ દ્વેષભાવ ને કારણે વ્યતિક થઈ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.

સુરતના ભોળા વ્યાપારી સમાજ, નાના ઉદ્યોગપતીઓ અને અન્ય ઘણા નિર્દોષ લોકો પર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા થતા અન્યાય અને ખંડણીના વિરોધમા મે ૨૦૨૦મા ઝુંબેશ ઉપાડી અને આ વિષયની માહિતી અધિકારીઓના નામ સાથે પાર્ટીના શીર્ષ નેતૃત્વને મોકલી હતી. એમાં સંકળાયેલા અધિકારીઓએ મારા ઉપર કિન્નાખોરી રાખી મારા ઉપર ખોટા કેસો કરીને મને જેલમાં મોકલવાનુ ષડયંત્ર રચ્યું હતું ત્યારે પ્રદેશના ચોક્કસ નેતૃત્વ એ અધિકારીઓ સાથે મળી મને અને મારા પરિવાર ને હેરાન કરવામાં કોઇ કસર બાકી રાખી નહોતી.

આ કપરા સમયમાં મારી સાથે કોઈ પાર્ટી ના પદાધિકારી કે હોદેદાર સપોર્ટમાં ના ઉભુ રહે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન અને ન્યાયપાલિકામાં મને સંપૂર્ણ ભરોસો છે એટલે મારા ઉપર કરેલા ખોટા કેસોનો ટૂંક સમયમાં જ અંત આવશે. જ્યારે નિર્દોષ અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાવાળા કાર્યકર્તાઓ ઉપર કિન્નાખોરીથી કેસો થાય ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉભા રહી મદદ કરવી જોઈએ, પણ તમારા નેતૃત્વમાં પાર્ટી આ વિષયમાં નિષ્ફળ પુરવાર થઇ હોય એવું મને લાગે છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે હું આવા અન્યાયો સામે લડતો રહીશ અને પ્રજાના હિત માટે મારા છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *