પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખનું નાની વયે હાર્ટ એટેકથી મોત, હોસ્પિટલ ગયા દવા લેવા અને અચાનક જ ઢળી પડ્યા

BJP vice president died of heart attack: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને…

BJP vice president died of heart attack: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસ સતત વધારો નોધાય રહ્યો છે. તેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે.

કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં યુવાનોમાં નાની વયે હાર્ટએટેક આવવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે.  ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે.

ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરના પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ યુવા સભ્ય રાજુભાઈ ઠાકોરની તબિયત લથડી હતી તેથી તેઓ પાટડી સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. ત્યારે હોસ્પિટલમાં જ હૃદયરોગનો હુમલો આવતા રાજુભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ હતી. 39 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.

કોરોના પછી વધ્યા હાર્ટ એટેક
આશ્ચર્યજનક વાત તો એ છે કે, કોરોના પહેલા હાર્ટ એટેકના કારણે આટલા મોત નહોતા થતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ પણ તકલીફ વગર નાના હોય કે મોટા દરેક લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *