દિલ્હીમાં ભાજપ 45 સીટ જીતશે અમિત શાહનો દાવો, જાણો શું છે BJP નું ગણિત?

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 45 નો દાવો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વમાં દિલ્હીના તમામ 7 સાંસદોએ પોતાના ક્ષેત્રમાં છથી સાત વિધાનસભા સીટ ઉપર જીત સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં મળેલા જનાદેશ પર વિચાર કર્યા બાદ ભાજપ 45 સીટો પર જીત નોંધાવવાનો દાવો કરી રહી.

70 સભ્યોની વિધાનસભા સીટ વાળી દિલ્હીમાં લોકસભાની સાત સીટો છે. ભાજપને લોકસભા ચૂંટણીમાં દિલ્હીની તમામ 7 સીટો પર જીત મળી હતી. બીજેપી લોકસભા ચૂંટણીમાં મળેલા જનાદેશ ના આધારે 45 સીટ પર જીત નોંધાવવાનું અનુમાન લગાવી રહી છે. જોકે બીજેપીના આ દાવાની હકીકત ની ખબર 11 ફેબ્રુઆરી આવનાર ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પડશે.જોકે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ના કેન્દ્રીય નેતૃત્વ ની જગ્યાએ સ્થાનિક નેતૃત્વનો પ્રભાવ વધારે જોવા મળશે.

દિલ્હીની તમામ 70 વિધાનસભા સીટો પર છેલ્લી વાર એટલે કે આઠ ફેબ્રુઆરીએ મતદાન યોજાયું છે. ત્યાર બાદ ૧૧ ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.બીજેપીએ દિલ્હીના તમામ સાથે સાંસદોને પોતપોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ સીટ જીતાડવાની જવાબદારી આપી છે.સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ ખુદ દિલ્હીના તમામ ભાજપ સાંસદોને આ જવાબદારી આપી છે. જેથી દિલ્હીની સત્તા થી આમ આદમી પાર્ટીને બહાર કરી શકાય.

ભાજપના મોટા નેતાઓ નું માનવું છે કે 2019 ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તમામ 7 સીટો પર જીત સુનિશ્ચિત કરી હતી.જેના જનાદેશ ના આધાર પર બીજેપીએ દિલ્હી વિધાનસભાની ૭૦ માંથી 65 સીટ પર જીત મળવાની આશા છે.બીજેપીના મુખ્ય નેતૃત્વ કર્તાઓને લાગી રહ્યું છે કે દિલ્હીમાં લોકસભા ચૂંટણીની જેમ જ વિધાનસભા ચૂંટણીમાં પણ પાર્ટી નો દબદબો કાયમ રહી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *