સુરતમાં ભાજપના કાર્યકરનું ધડાધડ ફાયરિંગ, પાંચ રાઉન્ડ ફાયર કરતાં 2 લોકોને ઈજા

Surat Firing News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી હતી. લગ્ન પ્રસંગમાં બે લોકોને ગોળી વાગવાની ઘટના બની છે. જોકે આ મામલે પોલીસે (Surat Firing News) ગુનો દાખલ કર્યો હતો પણ સીસીટીવી સામે આવ્યા ત્યારે પોલીસને મળેલી વિગતો કરતાં અલગ જ માહોલ હતો.

લગ્ન પ્રસંગમાં શાન મારવા માટે રાજકીય આગેવાને પોતાની ખાનગી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું હતુ. આ ઘટનામાં આરોપી ઉમેશ તિવારીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

2 લોકોને ગોળી વાગી
સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. જ્યાં બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ગુનો દાખલ કર્યો હતો. જેમાં લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી અકસ્માતે ફાયરિંગ થતા બે લોકોને ગોળી વાગી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યુ હતુ. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી.

ઘટનાના સીસીટીવી આવ્યા સામે
આ ઘટનાના સીસીટીવીમાં અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં પાણીપુરી વેચનાર એક વ્યક્તિને ત્યાં દીકરીના લગ્ન હોવાને લઈને પીઠી સાથે બીજા કાર્યક્રમ હતા. આ વિસ્તારમાં રાજકીય વગ ધરાવતો ઉમેશ તિવારી નામનો વ્યક્તિ લગ્ન પ્રસંગમાં પહોંચ્યો હતો અને પોતાની ખાનગી લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે.

રાજકીય ધરાવતા હોવાનું સામે આવ્યું
જોકે અહીંયા બે વ્યક્તિને જાંઘના ભાગે ગોળી વાગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ ચોંકી ઉઠી હતી. જોકે ફાયરિંગ કરનાર વ્યક્તિ રાજકીય વર્ગ ધરાવવા સાથે સુરતના રાજકીય આગેવાનો સાથે અને પોલીસ ખાતામાં ગાઢ સંબંધો ધરાવતો હોવાનું સામે આવતા પોલીસ સ્ટેશનમાં આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હાલ સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે.