BJP Membership: જુનાગઢના ભાજપના સદસ્યતા અભિયાને તો હવે હદ વટાવી દીધી છે… મતલબ જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય.નવાઈની વાત છે…ભાજપના વર્તમાન સદસ્યતા અભિયાનમાં રાજકોટમાં આંખના ઓપરેશન માટે હોસ્પિટલમાં (BJP Membership) આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. સદસ્યતા અભિયાનમાં આડેધડ રીતે સભ્યોની નોંધણી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા સભ્યપદ નોંધણી માટે રણછોડદાસ આશ્રમનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મોતી લેવા ગયેલા લોકો સાથે આ ઘટના બની હતી.
ઊંઘમાંથી જગાડીને મોબાઈલ નંબર અને ઓટીપી માંગ્યો
મળતી માહિતી મુજબ જૂનાગઢના એક દર્દી કમલેશ ઠુમ્મરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મોતી લેવા ગયેલા લોકો સાથે આ ઘટના બની હતી. કમલેશભાઈ ઠુમ્મર પોતે જૂનાગઢના ખલીલપુર રોડ પર રહે છે અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોતિયા કાઢવા માટે ગયા હતા.
દર્દીઓને અડધી રાત્રે ઊંઘમાંથી જગાડીને મોબાઈલ નંબર અને ઓટીપી માંગીને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા. દર્દીઓને લાગ્યું કે તેઓ હોસ્પિટલના કર્મચારી છે, તેથી તેમણે OTP આપ્યો અને તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા. 11 વાગે હોસ્પિટલમાં જઈને દર્દીઓના મોબાઈલ નંબર માંગ્યા હતા અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર સભ્ય બનાવાયા હતા.
પોલીસ દ્વારા કોઈ પગલાં ના લેવાયા
જો કે સામાન્ય લોકોના ઘરમાં જઈને પરાણે સભ્ય બનાવાય છે એક ઘટનામાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો તેમાં પણ ફરિયાદ કરનારને પોલીસ તંત્રએ ધમકાવ્યો પરંતુ કસૂરવાર સત્તાધારી પક્ષનો હોય તેની પર પગલા લેવામાં ન આવ્યા. આવો પણ આક્ષેપ કરવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે પૂર્વ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉદય કાંગર છે. હવે જોવાનું એ રહે છે કે હોસ્પિટલમાં જઈને સભ્યો બનાવનારાઓ સામે કાર્યવાહી થશે કે કેમ?
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App