નિષ્ફળ રૂપાણી સરકારનું કામ કરી રહ્યા છે MP સી આર પાટીલ, પણ સુરતને થશે ગંભીર નુકસાન

વરિષ્ઠ પત્રકાર: દિલીપભાઈ પટેલ:

કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે.

રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓને રજૂઆત કરવામાં આવતાં ઓરિસ્સાની નવીન પટનાયક સરકાર દ્વારા 4 લાખ કારીગરોને વતને લઇ જવા આયોજન કરાયું છે. સુરતમાં જ ઓરિસ્સાવાસી કારીગરોની સંખ્યા 4 લાખથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ જેટલી સંખ્યા એક જ રાજયની છે. જેને સુરત બહાર ધકેલી દેવા માટે સી આર પાટીલ રાજકીય રમત રમીને માત્ર પ્રસિદ્ધી મેળવી રહ્યાં છે. આ કારીગરોને સુરતમાં જ રાખવાના બદલે ઓરીસ્સા મોકલી દેવાનું રાજકારણ ચંદ્રકાંત પાટીલ રમી રહ્યાં છે.

1994ના સુરતના પ્લેગ વખતે ઓરિસ્સામાં વસતા કારીગરો હિજરત કરી જતાં નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં આ કારીગરોને પરત લાવવા માટે તે વખતના સુરતના સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી સ્વ. કાશીરામ રાણા કારીગરને લેવા ટ્રેન લઇ ઓરિસ્સા પહોંચી સુરત પરત લાવવામાં સફળતા મેળવી હતી. ઓરિસ્સાથી સુરત સુધી સ્પે. ટ્રેનો કારીગરો માટે દોડી હતી. આ ટ્રેનોમાં વિનામૂલ્યે કારીગરોને સુરત લાવવામાં આવ્યા હતા. પણ સાંસદ પાટીલ પ્રસિદ્ધિ સિવાય કંઈ કરવા માંગતા હોય એવું લાગતું નથી.

સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ, કેમિકલ, ફાર્મા, એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગોમાં કામ કરતા 10 લાખ કારીગરો દ્વારા યુપી, બિહાર અને ઓરિસ્સા જવા માટે જે તે રાજયની પંચાયતોમાં નામો નોંધાવતા ગુજરાત સરકારે પરપ્રાંતના આ શ્રમિકોને વતને મોકલવા તૈયારીઓ શરૂ કરી છે. તે માટે ગુજરાત સરકારે 33 હજાર બસના ફેરા કરવા પડે તેમ છે. જે સરકાર પહોંચી વળે તેમ નથી. છતાં નામ નોંધવાનું રાજરાકણ ભાજપે શરૂં કર્યું છે.

સાંસદની ઓફિસ બહાર નોંધણી માટે 2 કિલો મીટર લાંબી લાઇન લાગી હતી. કારીગરોએ કે કારખાનાના માલિકોએ  વાહનની વ્યવસ્થા કરી છે. તેવા કારીગરોના નામે અને બસ નંબર નોંધી તેની યાદી સોમવારે જિલ્લા કલેકટરને મોકલાશે. ત્યાંથી શ્રમ વિભાગ અને આરટીઓને મોકલાવી આગળની વ્યવસ્થા કરાશે. ખરેખ તો આ કામ સાંસદ પાટીલનું નહીં પણ રૂપાણીની નિષ્ફળ સરકારના અધિકારીઓનું છે.

રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારે કામદારોને પરત બોલાવવા માટે હજી ગુજરાત સરકાર સાથે સંવાદ કર્યો નથી. યુપી, બિહાર અને ઓરિસ્સા સરકારે કામદારોને મોકલવા માટે મદદની માંગણી કરી છે. તે બધાને પાટીટ બસ આપી શકે તેમ નથી. પાટીલ લોકોને ગુજરાતમાં ભરોશો ટકાવી રાખવા માટે સદંતન નિષ્ફળ રહ્યાં છે. ઓરીસ્સા અને બીજા રાજ્યોના કામદારોને ગુજરાત સરકાર કે રાજકીય નેતાઓ પર ભરોશો રહ્યો નથી. તેથી તેઓ ભાગી જવા તૈયાર થયા છે.

ખરેખર તો પાટીલની પહેલી ફરજ છે કે. તેઓ 10 લાખ લોકોને સુરતમાં ટકાવી રાખે અને બહાર જવાદેવાના બદલે તેમને પગાર અને રોજગાર મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેના બદલે 10 લાખ લોકોને બહાર ધકેલી દેવા તૈયાર થયા છે. જો બધા બહાર જતાં રહેશે તો સુરત ફરી 7મી વખત ભાજપના રાજમાં ભાંગી જશે. તેની આર્થિક કમર તૂટી જશે.

પરપ્રાંતિયોને વતને લઇ જવાની શરૂઆત સુરતથી મધ્યપ્રદેશની થઇ છે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર જવા માટે સુરત એસટીની 4 બસ ઉપાડવામાં આવી હતી.  બસમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી 30 શ્રમિકોને લઇ જવામાં આવ્યા છે.

એસટીના સુરત ડિવિઝન દ્વારા 500 એસટી બસ તૈયાર રાખવામાં આવી છે. જેમાં એક સાથે 15000 શ્રમિકો વતને જઇ શકે છે. જયારે સુરતમાં શ્રમિકોની સંખ્યા 7 લાખથી વધુ છે. યુપી અને બિહાર જવા અને આવવા માટે 4 દિવસનો સમય લાગે છે. આવા 33 હજાર ફેરા કરે ત્યારે બધા બહાર જઈ શકે તેમ છે. તેનો સીધો મતલબ એ થયો કે ભાજપની રૂપાણી સરકાર અને મોદીના સાંસદ સી આર પાટીર ચોખ્ખુ રાજકારણ રમી રહ્યાં છે. સુરતને ટકાવી રાખવા માટે તેઓએ કામદારોને ભરોષો રાખવા માટે કામ કરવું જોઈએ નહીં કે તેમને બહાર મોકલી દેવા માટે. તેઓ ગુજરાત હીતનું નહીં પણ ગુજરાતના હીતની વિરોધનું કામ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *