ભારતમાં કોરોના(Covid-19)માંથી સાજા થયા બાદ પણ દર્દીઓને રાહત મળી રહી નથી. મ્યુકરમાઈકોસીસ(Mucormycosis) જેવા ખતરનાક રોગના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોને રાહતની અપેક્ષા હતી, જે પોસ્ટ કોવિડ ઇફેક્ટ(Post Covid Effect)ના સ્વરૂપમાં સામે આવી અને તેને મહામારી તરીકે જાહેર કરવામાં આવી. ફંગસના ડબલ એટેક(Fungus Double Attack) એ આરોગ્ય નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે.
ગાઝિયાબાદ(Ghaziabad)ના વૈશાલીમાં આવેલ મેક્સ હોસ્પિટલ (Max Healthcare)માં એક જ દર્દીમાં એક સાથે ડબલ ફંગસના એટેકનો મામલો સામે આવ્યો છે. ગત અઠવાડિયે ઉત્તરપ્રદેશથી અહીં આવેલા દર્દીમાં બ્લેક ફંગસ(Black Fungus) અને વ્હાઈટ ફંગસ(White Fungus) બંને મળી આવ્યા છે. દર્દીનું ઓપરેશન કરનાર ડોક્ટરોનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેર(Covid Second Wave) બાદ એપ્રિલમાં દર્દીઓને બ્લેક અને વ્હાઈટ ફંગસથી માત્ર એક જ રોગ થતો હતો, પરંતુ હવે બંને રોગો એક જ દર્દીમાં જોવા મળી રહ્યા છે જે ખુબ જ ચિંતાનો વિષય બન્યો છે.
બ્લેક ફંગસ તમામ પ્રકારની ફંગસમાં સૌથી ખતરનાક અને જીવલેણ છે. તે નાક દ્વારા આંખો અને મગજને અસર કરે છે. જેમાં અંતે આંખ ગુમાવવાનો વારો આવે છે. દર્દીની સારવાર કરી રહેલા મેક્સ હેલ્થકેરના આંતરિક મેડિસિન વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો.નિશેષ જૈને જણાવતા કહ્યું છે કે, આ દર્દીને ગયા અઠવાડિયે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે એક બાજુથી નાકમાંથી સતત વાસ આવવી અને શ્વાસની ફરિયાદ થઈ હતી. દર્દીએ જણાવ્યું કે, તેને એપ્રિલ મહિનામાં કોરોના પણ હતો. આ પછી દર્દીના નાકની તપાસ કરવામાં આવી હતી. તેની પરોક્ષ લેરીંગોસ્કોપી દરમિયાન જાણવા મળ્યું કે, તેના નાકમાં બ્લેક ફંગસ છે. તે જ સમયે જ્યારે બ્લેક ફંગસ દૂર કરવામાં આવી ત્યારે તેની નીચે વ્હાઈટ ફંગસ મળી આવી હતી.
ડોક્ટર જૈન કહે છે કે, તે દર્દીમાં મ્યુકરમાઈકોસીસ માત્ર નાક સુધી જ નહીં પણ મગજ સુધી પહોંચી ગયો હતો. ઓપરેશન કર્યા પછી, ડોકટરોએ તેને ફંગસ વિરોધી દવા આપી. હાલમાં તે ખતરાથી બહાર છે. ડોક્ટર જૈન કહે છે, કે અગાઉ જ્યારે મહિલાનું બ્રેઈન કલ્ચર ટેસ્ટ કરવામાં આવતું હતું ત્યારે તેમાં પણ બંને ફંગસ મળી આવ્યા હતા. તેની સર્જરી પણ કરવામાં આવી અને ફંગસ બહાર કાઢવામાં આવી. જો કે, તે ચિંતાનો વિષય છે કે હવે બંને રોગો એક સાથે આવવાના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.
આ લક્ષણો દેખાઈ તો તરત જ રહો સાવચેત:
ડો.નિશેષ જૈન કહે છે કે દર્દીમાં એકસાથે બંને ફંગસની હાજરી માત્ર તપાસ દ્વારા જ શોધી શકાય છે, પરંતુ જો દર્દીને આ લક્ષણો જણાઈ તો તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
નાક સતત બંધ રહેવું. નાકમાંથી પ્રકારની ખરાબ વાસ આવવી. નાકમાં કંઈક કચરો જામી જવો અને નીકળવો નહીં. કાળો પદાર્થ નાકમાંથી નીકળે તો તરત જ ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. બ્લેક ફંગસ કે વ્હાઈટ ફંગસ નાકમાં હોય તો સામાન્ય તાવ પણ રહે છે. સાથે ભૂખમાં ઘટાડો થાય છે. માથામાં દુઃખાવો અને આંખો લાલ થવાની સાથે સોજી જાય છે. શરીરમાં સાંધામાં દર્દ થાય છે અને ઉલ્ટીઓ થવા લાગે છે. ફંગસની અસર મગજ સુધી થાય છે તો વિચારવાની ક્ષમતા પર અસર થાય છે જેથી તરત જ તબીબોનો સંપર્ક કરો. દર્દી ઝડપથી નિર્ણય લઈ શકતો નથી અને બોલવામાં તકલીફ પડે છે. દર્દીની ચામડી પર નાના ફોલ્લા રહે છે અને નાકમાં કંઈ જામી જાય તો ડોક્ટરની મદદ અચૂક લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.