Black cumin seeds Benefits: આજકાલ દરેક વર્ગના લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. જો કે સમયનો અભાવ હોવાથી ઘણાં લોકો યોગ કરવા કે જિમ જવા (Black cumin seeds Benefits) માટે સમય નથી ફાળવી શકતા. એવામાં સ્વસ્થ રહેવા માટે ઘરમાં રહેલું જીરું તમારી મદદ કરશે. સ્વાસ્થ્ય સંબંધી અમુક સમસ્યાઓ જીરુંના નાનાકડા દાણા જ હલ કરી આપશે.
માથા અને દાંતમાં દુખાવો
માઈગ્રેનની પરેશાની હોય તો દરરોજ કાળા જીરાનું તેલ કપાળ અને માથામાં લગાવો. જેનાથી રાહત મળશે. જો દાંતમાં દુખાવો હોય તો ગરમ પાણીમાં કાળા જીરાના તેલની કેટલાંક ટીંપા ઉમેરીને કોગળા કરવાથી ફાયદો થશે.
પેટ માટે લાભકારી
એન્ટીમાઈક્રોબિયલ ગુણોના લીધે કાળા જીરાનું સેવન કરવાથી પેટ સંબંધિત પરેશાનીઓમાં રાહત મળશે. ઝાડા, એસિડિટી, પેટનો દુખાવો, પેટના કૃમિ વગેરે સમસ્યાઓ સામે લડવા માટે અસરકારક છે. કબજિયાત હોય તો જરાક કાળું જીરું ખાવાથી રાહત મળશે.
એન્ટીબેક્ટેરિયલ ગુણ
જો ઘા કે ફોલ્લીઓ થઈ હોય તો કાળા જીરાના પાઉડરનો લેપ બનાવીને લગાવો, રાહત મળશે. એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ઈન્ફેક્શનને ફેલાતું રોકે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે
જીરાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જીરું બોનમેરો અને રોગપ્રતિકારક સેલ્સ વધારવામાં મદદ કરે છે એટલે થાક અને અશક્તિ નથી લાગતી.
વજન ઘટાડવામાં ઉપયોગી
કાળા જીરાનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે સાથે જ શરીરને એનર્જી પણ મળે છે. આ સિવાય જીરાનું પાણી પીવાથી વજન ઘટે છે.
ઘણી બીમારીઓનો રામબાણ ઈલાજ
ખાંસી, અસ્થમા, બ્રોંકાઈટિસ, એલર્જીના કારણે થતી બીમારીઓમાં કાળું જીરું અસરકારક છે. આ સિવાય સ્વાઈન ફ્લૂ અને તાવ હોય તો કાળા જીરાનું સેવન કરવાથી રાહત મળે છે. કાળા જીરામાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય છે. એટલે જે લોકોમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તેઓ સેવન કરશે તો ફાયદો થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App