શેર બજારમાં બ્લેક મંડે: સેન્સેક્સ 1600 અને નિફ્ટી 400 અંક ડાઉન; રોકાણકારોના કરોડો ડૂબ્યા

Stock Market Crash: ટ્રેડિંગ સપ્તાહની શરૂવાતમાં નિફ્ટીમાં 400 પોઈન્ટ્સ અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડોનું મુખ્ય કારણ યુએસ શેરબજારમાં ઉથલપાથલ થવાના કારણે આ અસર દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર, GIFT નિફ્ટી 24,388ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો જે શુક્રવારના નિફ્ટી ફ્યુચર્સના બંધથી(Stock Market Crash) લગભગ 310 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેરબજાર માટે આ એક ડરામણો સંકેત હતો. જોકે હવે અપડેટ સામે આવી છે કે, નિફ્ટીમાં 400 પોઈન્ટ્સ અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને ઘણી મોટી કંપનીઓના શેર પત્તાના પોટલાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. અમેરિકામાં મંદીથી અમેરિકી શેરબજાર હચમચી ઉઠી હતું ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે. હવે અઠવાડિયાનો પ્રથમ બિઝનેસ ડે, સોમવાર પણ ‘બ્લેક મન્ડે’ જેવો દેખાઈ રહ્યો છે. જ્યારે પ્રી-ઓપનમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો જ્યારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઘટી ગયા હતા.

સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ ઘટાડો થયો હતો બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ તેના અગાઉના બંધની તુલનામાં 1600 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી-50એ પણ 424 પોઈન્ટના ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી. આની પહેલા શુક્રવારે ભારતીય શેરબજારમાં સુનામી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 885.60 પોઈન્ટ અથવા 1.08% ઘટીને 80,981.95 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50ની વાત કરીએ તો તે 293.20 પોઈન્ટ ઘટીને 24,717.70ના સ્તરે બંધ રહ્યો હતો.

આવો જાણીએ એવું તે શું થયું અમેરિકામાં ?
મળતી માહિતી અનુસાર, અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત બેરોજગારોની સંખ્યામાં પણ વધારો થયો છે જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. આ સાથે આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે.