Black Potato Farming: બટાકાની વાવણી ડાંગરની કાપણી સાથે શરૂ થાય છે, જે ખરીફ સીઝનનો મુખ્ય પાક છે. દેશમાં આખું વર્ષ બટાકાનો વપરાશ થાય છે. તે રોકડિયા પાક છે. સફેદ બટાકાની સરખામણીમાં કાળા બટાકાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બની શકે છે. કાળા બટાકાની ખેતી(Black Potato Farming) કરીને ખેડૂતો સફેદ બટાકા કરતાં ત્રણથી ચાર ગણો વધુ નફો મેળવી શકે છે.
કાળા બટાકા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
સફેદ બટેટા ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે પરંતુ કાળા બટાકા તેમના માટે ફાયદાકારક છે. આનું સૌથી મોટું કારણ આ બટાકામાં જોવા મળતું એન્ટી-ઓક્સીડેન્ટ અને ફ્લોરીક એસિડ છે. તે હૃદય, લીવર અને ફેફસા માટે ફાયદાકારક છે. એનિમિયાથી પીડિત દર્દીઓ માટે તે જીવનરક્ષકથી ઓછું નથી.
ક્યારે થાય છે ખેતી
સાધારણ બટાકાની ખેતીની જેમ જ કાળા બટાકાની ખેતી કરવામાં આવે છે. તેની વહેલી વાવણી માટે સૌથી યોગ્ય સમય 15 થી 25 સપ્ટેમ્બર અને તેની મોડી વાવણી માટે 15 થી 25 ઓક્ટોબર છે. અનેક ખેડૂતો 15 નવેમ્બરથી 25 ડિસેમ્બર સુધી બટાકાની મોડી વાવણી કરે છે.
કેટલી કમાણી
કાળા બટાકાની ખેતી કરવામાં વધુ ફાયદો છે. બજારમાં તેનો ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો જેટલો હોય છે. જ્યારે સાધારણ બટાકાની કિંમત 25થી 30 રૂપિયે કિલો હોય છે. આવામાં ખેડૂતો કાળા બટાકાની ખેતીથી ત્રણથી ચાર ગણો નફો કમાઈ શકે છે.
કાળા બટાકાની ખેતી ક્યાં થાય છે?
અગાઉ ખેડૂતો પાસે માત્ર લાલ અને સફેદ બટાકાની જાતો હતી, પરંતુ હવે દેશમાં મોટા પાયે કાળા બટાકાની ખેતી થઈ રહી છે. જે ખેડૂતો માટે નફાકારક સોદો છે. અગાઉ તેની ખેતી અમેરિકામાં થતી હતી, પરંતુ હવે મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, બિહાર, ઉત્તરાખંડ, આસામ, મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તેની ખેતી થઈ રહી છે. ખેડૂતો તેની ખેતી કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે.
કાળા બટાકાની ખેતી કેવી રીતે કરવી?
સારા ઉત્પાદન માટે, કાળા બટાકા ઠંડા વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. જો તમે પણ આ રવિ સિઝનમાં તેની ખેતી કરવા માંગતા હોવ તો સમય પ્રમાણે નવેમ્બર મહિનો યોગ્ય છે. આ મહિનામાં તેની વાવણી કરવાથી તમે સારી ઉપજ મેળવી શકો છો. આ સિવાય જો તમે તેને રેતાળ-લોમી જમીનમાં ઉગાડશો તો તમે સારું ઉત્પાદન મેળવી શકો છો.
આ રીતે કરો વાવણી
બમ્પર ઉત્પાદન માટે, ખેતરની જમીન નરમ અને નાજુક હોવી જોઈએ અને વાવણી કરતા પહેલા ખેતરમાં ઊંડું ખોદાણ કરવું જોઈએ. આ પછી ખેતરમાં ખેડાણ કર્યા પછી, તમે બટાટા રોપણી કરી શકો. આ માટે એક હરોળમાં દોઢ ફૂટનું અંતર રાખવું જોઈએ અને છોડ વચ્ચે 6 ઈંચનું અંતર રાખવું જોઈએ. આ પછી, સમયાંતરે સિંચાઈ અને નિંદામણ કર્યા પછી, પાકના ફૂલો પહેલા છોડની આસપાસ માટી ભેળવી જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App