બ્લડ પ્રેશર માટે રામબાણ છે કાળા તલ, શિયાળામાં ખાશો તો થશે અનેક ફાયદા

Black Sesame Benefits: સામાન્ય રીતે આપણાં ઘરોમાં ઘણાં વ્યંજનોમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો રસોઈ માટે તલનો ઉપયોગ કરતા જ હોય છે. શિયાળો આવતાં જ ઘરે ઘરે તલનું કચ્ચરિયું, તલ-ગોળના લાડુ વગેરેનું સેવન કરવામાં આવે છે. તલ ખાવાથી વાનગીઓના સ્વાદમાં તો વધારો થાય છે, સાથે-સાથે તેનાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ મળે છે. તલ બે પ્રકારના હોય છે, એક સફેદ તલ અને બીજા કાળા તલ. (Black Sesame Benefits) આ બંને પ્રકારના તલ સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તલમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, વિટામિન, ઓમેગા 6, મેગ્નેશિયમ અને ફૉસ્ફરસ જેવાં ઘણાં પોષકતત્વો હોય છે. આ બધાં જ પોષકતત્વો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. શિયાળામાં તલ ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ શિયાળામાં તલ ખાવાના ફાયદા..

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે તલ
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તલનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. વાસ્તવમાં તલમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. શિયાળામાં તલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. હાઈ બીપીના દર્દીઓને ડૉક્ટર તલનું સેવન કરવાની સલાહ આપે છે.

હાડકાં મજબૂત બનાવે છે તલ
શિયાળામાં ઠંડી વધતાં જ ગઠિયાની સમસ્યા બહુ વધી જાય છે. એવામાં તલનું સેવન કરવાથી ગઠિયાના દર્દીઓની સમસ્યા બહુ ઓછી થઈ જાય છે. સાંધાના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તલનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. તલમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં પોષકતત્વો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શિયાળામાં તલનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને સોજાથી રાહત મળે છે.

મગજ માટે ફાયદાકારક છે તલ
તલનું સેવન આપણા મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તલમાં પ્રોટીન, મિનરલ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કૉપર જેવાં ઘણાં પોષકતત્વો હોય છે, જેનાથી મગજની તાકાત વધે છે. શિયાળામાં રોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી પડતી અટકે છે.

કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે તલ
શિયાળામાં તલના સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. તલનું સેવન આપણા હ્રદયના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, મેગ્નેશિયમ, સેલેનિયમ અને ઝિંક જેવાં પોષકતત્વો હોય છે, જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તલનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તલમાં સેસમિન અને સેસમોલિન નામનાં તત્વો હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછો કરવામાં મદદ કરે છે. તલના સેવનથી હ્રદયની માંસપેશીઓ મજબૂત બને છે અને હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે.

તલના સેવનથી ઊંઘ સારી આવે છે
ઘણા લોકોને શિયાળામાં અનિંદ્રાની સમસ્યા સતાવતી હોય છે. તેલનું સેવન કરવાથી અનિંદ્રાની ફરિયાદ દૂર કરવામાં મદદ મળે છે. વાસ્તવમાં તલમાં કેટલાંક એવાં તત્વો હોય છે, જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેની સાથે-સાથે તલનું સેવન કરવાથી તણાવ અને ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ મળે છે.

શિયાળામાં તલનું સેવન કરવાથી મળતા ફાયદા
શિયાળામાં તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. તેમાં રહેલ પોષકતત્વો સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. શિયાળામાં તલનું સેવન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. જોકે તલનું વધારે પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. તલનું વધારે પડતું સેવન કરવાથી ખંજવળ અને ઉઝરડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે તલનું સેવન હંમેશાં મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.