Gujarat Blackout News: કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય (Gujarat Blackout News) દ્વારા તમામ રાજ્યોને આગામી ૭ મેના રોજ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે.
આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે આજરોજ જિલ્લા કલેકટર મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક સ્થિતિમાં પહોંચી વળવા માટે 7મેના રોજ સાંજે 4થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ,આઉટડોર ડિસ્પ્લે બોર્ડસ, હોર્ડિંગ્સ, દુકાનો શોરૂમ્સની નિયોન સાઈન લાઇટ્સ, ટ્રાફિક સિગ્નલો, ઇન્ડસ્ટ્રીઝની લાઈટ્સ, ઘરની લાઈટ્સ બંધ રહેશે.
રાતે 7.30થી 8.00 વાગ્યામાં આ શહેરોમાં બ્લેકઆઉટ….(પૂર્વ)
ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા, તાપી
રાત્રે 8.00થી 8.30માં આ જગ્યાએ થશે બ્લેકઆઉટ…(પશ્ચિમ)
જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી
રાતે 8.30થી 9.00 વાગ્યા સુધી આ સ્થળોએ બ્લેક આઉટ…( મધ્ય)
બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ
લોકોએ ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખે તેવી અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોને આ બાબતે નાગરિકોને સમજૂત કરવામાં આવશે.જિલ્લામાં યોજાનાર મોડેલની વાત કરવામાં આવે તો ગાંધીનગર ગિફ્ટ સિટી, જન આધાર મંગલા માર્કેટ કોમ્પ્લેક્સ તથા કલોલ ખાતે ડેનીસ કેમલેબ, છત્રાલ ખાતે સાંજે ચાર વાગ્યે યોજાશે.
રાજયમાં ક્ષેત્ર પ્રમાણે બ્લેક આઉટનો સમય નિશ્ચિત
રાજ્યના 18 જિલ્લાઓમાં યોજાનારી મોકડ્રીલ બાદ થનારા બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજયમાં ક્ષેત્ર પ્રમાણે બ્લેક આઉટનો સમય નિશ્ચિત કરાયો છે. 7.30થી આઠ અને ત્યારબાદ તબક્કાવાર બ્લેક આઉટ થશે. પૂર્વ ગુજરાતના સાત જિલ્લામાં 7.30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. પશ્ચિમ ગુજરાતના 5 જિલ્લામાં 8થી 8.30 સુધી બ્લેક આઉટ રહેશે. મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં 8.30થી 9 વાગ્યા સુધી બ્લેક આઉટ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App