AC કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં ઘરમાં લાગી ભીષણ આગ; 3 બાળકો સહિત ચારના મોત, એક ગંભીર

AC compressor Blast News: હરિયાણાના ઝજ્જરના બહાદુરગઢમાં શનિવારે એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત (AC compressor Blast News) થયા છે. આમાંથી બે બાળકો હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એર કંડિશનર (AC)નું કોમ્પ્રેસર ફાટવાના કારણે આ દુર્ઘટના બની છે. જો કે હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય તેમ નથી.

ચાર લોકોના જીવતા સળગી જવાથી દર્દનાક મોત
હરિયાણાના ઝજ્જરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શનિવારે બહાદુરગઢમાં એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં ચાર લોકોના જીવતા સળગી જવાથી દર્દનાક મોત થયા છે. મૃતકોમાં એક મહિલા, એક પુરુષ અને બે બાળકોનો સમાવેશ થાય છે, જે એક જ પરિવારના સભ્યો હતા. એટલું જ નહીં, આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિસ્ફોટ બાદ આગ
ઘાયલ વ્યક્તિની રોહતકની પીજીઆઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના શનિવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી. ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી. આગની ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

AC કોમ્પ્રેસર ફાટવાને કારણે વિસ્ફોટ?
ઘરમાં લાગેલી આગમાં ચાર લોકો બળી ગયા, જેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આમાં બે 10 વર્ષના બાળકો, એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે એર કંડિશનર (AC)નું કોમ્પ્રેસર ફાટવાના કારણે આ દુર્ઘટના બની છે.

જોકે આવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ અકસ્માતનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળેથી નમૂના એકત્રિત કર્યા હતા. ઘાયલ વ્યક્તિનું નામ હરિપાલ સિંહ હોવાનું કહેવાય છે. પોલીસે એમ પણ કહ્યું કે ઘરમાં એર કન્ડીશનર ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

ચારેય મૃતકો એક જ પરિવારના સભ્યો હતા
બહાદુરગઢના DCP મયંક મિશ્રાએ જણાવ્યું હતું કે, “આ સિલિન્ડર બ્લાસ્ટ નથી. આ વિસ્ફોટ બેડરૂમની અંદર થયો હતો. આખું ઘર બ્લાસ્ટથી પ્રભાવિત થયું છે. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચારેય મૃતકો એક જ પરિવારના સભ્યો હતા. ફોરેન્સિક ટીમ બ્લાસ્ટનું કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે હજુ પણ સ્પષ્ટપણે કહી શકતા નથી કે આ દુર્ઘટના એસી બ્લાસ્ટને કારણે થઈ છે કે કેમ. પહેલા તપાસ કરવામાં આવશે. પછી સાચું કારણ જાણી શકાશે.”