અવારનવાર આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. કર્ણાટકમાં આવેલ શિવમોગામાં ગુરુવારે રાત્રે અંદાજે 10 વાગ્યે શક્તિશાળી વિસ્ફોટમાં કુલ 8 મજૂરોનાં મોત નીપજ્યા હતાં.
મળી રહેલ જાણકારી મુજબ કેટલાક લોકો ટ્રકમાં જિલેટિન સ્ટિક લઇ જઇ રહ્યા હતા. શિવમોગા જિલ્લામાં આવેલ અબ્બાલગેરે ગામ નજીક પહોંચતા જ ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે, શિવમોગાના પાસેના જિલ્લા ચિકમંગલુર સુધી સંભળાયો હતો.
ધડાકાને લીધે આસપાસનાં ઘરના કાચ તૂટી ગયા હતા. પહેલાં લોકોને લાગ્યું હતું કે, ભૂકંપ આવ્યો છે, જેને કારણે ગભરાઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અધિકારી ઘટનાની તપાસ કરી રહ્યા છે. શિવમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો છે.
સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ :
શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમાર જણાવતાં કહે છે કે, સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આની સાથે જ તેમણે ઘટનાસ્થળ પર વધારે વિસ્ફોટકો હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે છે ત્યારે હવે જોઈએ કે આગળ શું થાય છે?
વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી :
Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle