જો હવે તમારા ઘરમાં આખી રાત ટીવી ચાલુ રહેતું હોય તો તમારા માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામના એક મકાનમાં મોડી રાત્રે ટીવી ધડાકા ભેર ફાટ્યું હતું. જેમ બોબ્બ વિસ્ફોટમાં ઘરની છત ઉડી જાય, તેમ ટીવી ફાટવાના કારણે ઘરનાં નળિયા ઉડી ગયા હતા અને ઘરમાં આગ લાગી હતી.
આ ઘટનામાં ઘરમાં રહેલા માતા અને પુત્રી આગમાં ભડથું થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
એક રીપોર્ટ અનુસાર, સુરેન્દ્રનગરના આનંદપુર ગામમાં રહેતા અશોકભાઈ વાઘેલાના ઘરમાં શુક્રવારના રોજ મોડી રાત્રે ટીવીમાં કોઈક કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે, ઘરની છતના નળિયા પણ ઉડી ગયા હતા અને ઘટનામાં આગ લાગી ગઈ હતી.
જે સમયે આ ઘટના બની હતી. તે સમયે ઘરમાં રંજનબેન વાઘેલા અને તેમની 9 મહિનાની બાળકી બંસી સુતા હતા. ઘટનાની જાણ ગામ લોકોને થતા લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. ઘરમાં આગ લાગતા રંજનબેન વાઘેલાના જેઠાણીએ માતા અને દીકરીને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. જેના કારણે તેઓ પણ દાઝ્યા હતા.
આ આગ એટલી વિકરાળ હતી કે, ઘરમાં રહેલો તમામ સામાન આગમાં બળીને ખાક થઇ ગયો હતો અને ઘરમાં સુતેલા રંજનબેન અને તમની 9 મહિનાની દીકરી આગમાં ભડથું થઈ ગયા હતા. ઘટનાને પગલે પોલીસ અને મામલતદાર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે આગમાં દાઝી ગયેલા જેઠાણીને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તો આગમાં ભડથું થયેલા માતા પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાની તપાસ કરવા માટે ફોરેન્સિકની પણ મદદ લેવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.