ચાલુ T-20 મેચ દરમિયાન સ્ટેડિયમમાં થયો બોમ્બ બ્લાસ્ટ, જીવ બચાવવા ભાગ્યા ખેલાડીઓ- જુઓ વિડીયો

અફઘાનિસ્તાન(Afghanistan)માં કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ(Kabul International Cricket Stadium) લાઈવ મેચ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ(Bomb blast)ના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ શાપગીઝા ક્રિકેટ લીગ T20 દરમિયાન થયો હતો. બ્લાસ્ટ બાદ તમામ ખેલાડીઓને તરત જ બંકરમાં લઈ જવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે બેન્ડ-એ-આમીર ડ્રેગન અને પામિર ઝાલ્મી વચ્ચે મેચ ચાલી રહી હતી. આ સિવાય સ્ટેડિયમમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પણ હાજર હતા.

બ્લાસ્ટ પછી તરત જ લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ્સ શેર કરવાનું શરૂ કર્યું. લોકો કહી રહ્યા છે કે આ હુમલો કેટલો ઘાતક હતો અને તેના પછી સ્ટેડિયમમાં નાસભાગ મચી ગઈ હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ચાર લોકો ચોક્કસપણે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

આ ઘટના અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વરિષ્ઠ અધિકારી નસીબ ખાને જણાવ્યું કે, કાબુલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા છે. તેણે કહ્યું કે ક્રિકેટ જોવા આવેલા લોકો વચ્ચે બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં કોઈ વિદેશી નાગરિકને ઈજા થઈ નથી.

તમને જણાવી દઈએ કે શાપગીઝા ક્રિકેટ લીગ ભારતમાં રમાતી IPL જેવી જ ટૂર્નામેન્ટ છે, જેની સ્થાપના અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા 2013માં કરવામાં આવી હતી. બે દિવસ પહેલા કાબુલમાં એક ગુરુદ્વારામાં પણ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. ગુરુદ્વારા પર થયેલા આ હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. હુમલામાં બે લોકોના પણ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *