આ શ્રાવણ મહિનાના દર સોમવારે ધમાકા કર્યા પછી પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા સોમવારને કેવી રીતે ભૂલી શકે. છેલ્લા સોમવારે પણ પીએમ મોદી એક મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ નરેન્દ્ર મોદી એક નવા અવતારમાં જોવા મળશે.
જેમાં નરેન્દ્ર મોદી ડિસ્કવરી ચેનલ ઉપર આવી રહેલ શોમાં બધાની સામે જોવા મળશે. 12 ઓગસ્ટ એટલે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેન વર્સીસ વાઇલ્ડ ઉપર ટીવી વેન્ચર આઇકન બેયર ગીર્લ્સ ની સાથે એડવેન્ચર કરતા જોવા મળશે.મેન વર્સીસ વાઇલ્ડ ના બેયર ગીર્લ્સ એ ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે હવે 108 દેશોના લોકોને પીએમ નરેન્દ્ર મોદીનો એક નવો ચહેરો જોવા મળશે.
બેયર ગીર્લ્સ ના જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદી પશુ સંરક્ષણ અને પર્યાવરણ પરિવર્તન વિશે જાગરૂકતા પેદા કરી રહ્યા છે.મેન વર્સીસ વાઇલ્ડ ના એક નવા એપિસોડમાં પીએમ નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ ઉપર રાત્રે 9 વાગે જોવા મળશે. તેમણે અગાઉ પણ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરતી કરી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી જંગલમાં એકત્રિત કરેલ વાસ દ્વારા એક હથિયાર બનાવી રહ્યા હતા. હાલમાં પીએમ નરેન્દ્ર મોદી મેન વર્સીસ વાઇલ્ડ ના નવા શો તૈયારી કરી રહ્યા છે.
આ સમયે પીએમ નરેન્દ્ર મોદી તેનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. અને આ શૂટિંગ કરવા ઉપર નરેન્દ્ર મોદી સાથે ઘણી વખત પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. ઘણી બધી પ્રશ્નોત્તરી બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શો માટે હા પાડી હતી. આશા મુખ્ય ઉદ્દેશ પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતતા લાવવા નો પ્રયાસ કરવામાં આવશે