કહેવાય છે કે, સન્યાસીનું જીવન ઘણી કઠિનાઈઓથી ભરેલું હોવા છતાં સન્યાસી કઠિનાઈઓ વેઠીને પણ ભગવાનની ભકતી કરવામાં વ્યસ્થ રહે છે. આજે અમે તમને આવા જ એક સન્યાસી વિશે જણાવવાના છીએ જેમની ભક્તિ જોતા આજે સૌ કોઈ ચોકી રહ્યા છે. અને તેમની આ ભક્તિને બધા જ લોકો સલામ કરે છે. આ સંન્યાસીનું નામ ખડેશ્વરી બાબા છે. કહેવાય છે કે, આ ખડેશ્વરી બાબા છેલ્લા 41 વર્ષથી ઉભા ઉભા વૃંદાવનમાં કઠોળ સાધના કરી રહ્યા છે.
ખુબ જ ગરમી હોવા છતાં પણ ખડેશ્વરી બાબા પોતાની આજુ બાજુ અગ્નિ સળગાવે છે અને પોતાના માથા પર પણ માટલામાં અગ્નિકુંડ બનાવીએ કઠોળ તપસ્યા કરી રહ્યા છે. હાલ બાબાની આ ભક્તિને લોકો ધન્ય માની રહ્યા છે અને દૂર દૂરથી આ બાબાના દર્શન કરવા માટે આવે છે. તેમજ કહેવાય છે કે ખડેશ્વરી બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરીનને લોકો ખુબ જ ધન્યતા અનુભવે છે.
આ બાબા જે રીતે કઠોળ તપસ્યા અને ભક્તિ કરી રહ્યા છે તેવી ભક્તિ કરવાની હિંમત બધા લોકોમાં નથી હોતી. દુર દુરથી લોકો તે બાબાની ભક્તિ જોવા માટે પણ આવે છે. બાબાના દર્શન કરવા અને તેમની આ તપસ્યા જોવા માટે આવનારા આજે બધા જ લોકો ખડેશ્વરી બાબાની પ્રશન્શા કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.