આજે અમે તમને લવિંગના ફાયદા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે શારીરિક કમજોરી અનુભવો છો તો આ આર્ટીકલ તમારા માટે ખુબ મહત્વનો છે. અમે તમને લવિંગ ખાવાની રીત અને યોગ્ય સમયની સાથે સાથે તેના ફાયદા પણ જણાવશું. લવિંગના આમ તો ઘણા ફાયદા છે. પરંતુ, તેનો ઉપયોગ મુખ્યત્વે પાચન શક્તિ વધારવા માટે થાય છે.
હેલ્થ એક્સપર્ટનું માનીએ તો લવિંગ પાચન એન્જાઈમ્સના સ્ત્રાવને વધારે છે, જે કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી બીમારીઓને રોકે છે. લવિંગ ફાયબરથી ભરપૂર હોય છે. જે તમારા પાચન માટે યોગ્ય છે. આ ઉપરાંત ડાયાબીટીસના દર્દીઓ માટે પણ લવિંગ ફાયદેમંદ હોય છે.
જો તમને શરદી ખાંસી છે તો લવિંગ તમારા માટે ફાયદાકારક છે. કારણ કે, લવિંગમાં લગભગ 30% ફાયબર હોય છે. આ ખાસિયતોને લીધે લવિંગ ખાસ કરીને ઠંડીના દિવસોમાં અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. લવિંગમાં ભરપુર પ્રમાણમાં ફાયબર અને અન્ય તત્વ હાજર હોય છે. જે તંદુરસ્ત શરીર માટે ફાયદેમંદ છે.
લવિંગમાંથી શું-શું મળે?
લવિંગમાંથી વિટામીન વિટામીન- B1,B2,B4,B6,B9 અને વિટામીન-C તથા બીટા કેરોટીન જેવા તત્વો મળે છે. આ ઉપરાંત વિટામીન-K, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ જેવા અનેક તત્વો પણ હોય છે.
પુરુષો માટે કેમ ફાયદેમંદ છે લવિંગ
લવિંગના નિયમિત સેવનથી યૌન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. એટલે, પુરુષોએ યૌન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમણે લવિંગનું અચૂક સેવન કરવું જોઈએ. કારણ કે, લવિંગમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડીયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો પણ ભરપુર પ્રમાણમાં રહેલા છે. આ તમામ સ્વવાસ્થ્ય માટે જરૂરી તત્વ માનવામાં આવે છે.
રોજ ૩ લવિંગનું સેવન કરો
એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોજ સવારે 3 લવિંગ ખાલી પેટે ખાવા જોઈએ. તેનાથી સેક્સ લાઈફમાં સુધારો આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે, લવિંગનું સેવન કરવાથી પુરુષોમાં અનેક પ્રકારની પુરુષ સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
લવિંગનું સેવન કરવાથી સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ મળે છે. જોકે, તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પણ બચવું જોઈએ. કારણ કે, વધુ પ્રમાણમાં સેવન કરવાથી મેલ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન ખોરવાઈ શકે છે. એટલે લવિંગ અને તેના સાથે સંકળાયેલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કોઈ આયુર્વેદાચાર્યની સલાહ સુચન મુજબ કરવું જોઈએ.
કયા સમયે ખાવું જોઈએ લવિંગ
જો તમે રોજ રાતે સુવાના સમયે 3 લવિંગ ખાઈને એક ગ્લાસ નવશેકા પાણી સાથે લો છો તો પેટ સંબંધી અનેક રોગો દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.