અજાયબીથી ઓછી નથી સુરતની આ મસ્જિદ, છેલ્લા 200 વર્ષથી એક પિલર પર ઉભી છે

સુરત(ગુજરાત): સુરતની કુવતે ઇસ્લામ મસ્જિદ કોઈ શિક્ષિત આર્કિટેક્ચર વગર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની અજાયબીથી ઓછી નથી. કારણ કે,…

સુરત(ગુજરાત): સુરતની કુવતે ઇસ્લામ મસ્જિદ કોઈ શિક્ષિત આર્કિટેક્ચર વગર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની અજાયબીથી ઓછી નથી. કારણ કે, ફક્ત એક જ પિલર પર મસ્જિદ ઉભી છે. એ સમયે લોકોને મસ્જિદની અંદર ઠંડક મળી રહે તે હેતુથી 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવી છે. તે વખતે આ સુવિધા વોટર હાર્વેસ્ટિંગ માટે વિચારમાં હતી.

કુવતે ઇસ્લામ મસ્જિદ રાંદેર વિસ્તાર ખાતે આવેલી ઐતિહાસિક ધરોહર છે. સુરતમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, પરંતુ તાપી નદી નજીક આવેલી મસ્જિદ કોઈ અજાયબીથી ઓછી નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની છે અને તેમાં પણ સૌથી અગત્યની વાત આ છે કે, આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. એવું કહેવાય છે કે, જ્યારે મુગલો સુરત આવ્યા હતા, ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી. મસ્જિદનું નિર્માણ કોઈપણ આર્કિટેક્ટની મદદ લીધા વિના કરાયું હતું. ત્યારે તે બેસ્ટ આર્કિટેક્ચરનો અદભૂત નમૂનો ગણાય છે. આર્કિટેકચરના અનેક વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો માટે આ બિલ્ડીંગ એક આશ્ચર્ય છે. આ જ કારણ છે કે, તેમની ઘણી ટીમ પણ અહીં આવી ચૂકી છે અને તમામ લોકો મસ્જિદની કોતરણી અને સ્ટ્રક્ચરથી પ્રભાવિત થઈને જાય છે.

સૌથી મોટી મસ્જિદની ખાસિયત તેનો એક પિલર છે, જેની પર બે માળ છે. પિલર સુધી પહોંચવા માટે દાદરથી નીચે જવાય છે. એક પિલર ત્રણ વ્યક્તિઓ હાથ પહોળા કરીને પકડીને ઉભા રહે તેટલી પહોળાઈનો થાય છે. આ એક જ પિલર એવો છે, જેના પર આખી બે માળની મસ્જિદ ઉભી છે. આખી મસ્જિદ પિલરની બાજુમાં ચાર કમાન પર સપોર્ટ પર છે. આ મસ્જિદ સ્થાપત્ય કલાનો નમૂનો છે. 80×65 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તરેલી છે. પિલરની ઉપરના માળ પર જમાતખાનું છે, જ્યાં નમાઝ અદા થાય છે.

રિટાયર્ડ પ્રિન્સિપાલ અને મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી એમ.એસ મિચલાએ જણાવ્યું હતું કે, તે સમયના કારીગરોની સૂઝબૂઝ અંડરગ્રાઉન્ડમાં આવેલો એક પિલર અને ત્યાં જ વોટર હાર્વેસ્ટિંગ માટે બનાવવામાં આવેલી વિશાળ પાણીનો ટાંકો દર્શાવે છે. જ્યાં આજે પણ મીઠું પાણી મળી રહે છે. જેનાથી અહીં આવતા નમાજીઓ નમાઝ પઢતા પહેલા હાથ પગ ધોવે છે. આ મસ્જિદ 200 વર્ષ પહેલા ફક્ત રૂપિયા 1,18,000માં બની હતી. આજે અહીં રોજના 300થી 400 જેટલા નમાઝી આવે છે. રોજના 3 પૈસા આપીને સુથાર કડીયાને કામ કરાયું હતું. મસ્જિદ પર કારીગરી ઐતિહાસિક અને પૌરાણિક છે.

આ મસ્જિદના મિનારા જમીન લેવલથી ઊંચા છે. લોકવાયકા પ્રમાણે રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મસ્જિદની 1 પિલર ઉપરાંત બીજી ખાસિયત છે કે, તે વખતે પંખા અને ફાયર સેફ્ટીની સુવિધા થતી ન હતી. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને મસ્જિદની અંદર જ 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેથી મસ્જિદની અંદર ઠંડક પણ રહે અને વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *