લોહિયાળ લવસ્ટોરી : ભાવનગરના વિક્ટોરિયા પાર્ક રોડ પાસે યુવતી પર ફાયરીંગ,જુઓ વીડિઓ..

ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે.

સદકાર્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલી હારવી મોરડિયા ઉં.વ 19એ પોલીસને આપેલા પ્રાથમીક નિવેદનમાં જણાવ્યું કે, તે ભાવનગરની સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે એક વર્ષ પહેલા અશોક સાથે તેને પ્રેમ થઈ ગયો હતો તેથી બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ અશોકના ઘરે રહેવા ગયેલી હારવીને અશોક અતિશય ત્રાસ આપતો હતો અને તેને ઘરની બહાર નિકળવાની પણ મંજુરી ન હતી. જેને કારણે તે કંટાળી ગઈ હતી. તેથી હારવી પતિના ઘરેથી ભાગી પીયરમાં રહેવા આવી ગઈ હતી.

પીયરમાં આવેલી હારવીને ઘરે પરત ફરવા અશોક અવારનવાર વિનંતી કરતો હતો પણ ત્રસ્ત થઈ ગયેલી હારવીએ અશોક સાથે પાછા ફરવાનો ઈન્કાર કરી દીધો હતો. આજે બપોરે હારવી પોતાની બહેન સાથે ખરીદી કરવા નિકળી ત્યારે તેનો પીછો કરી રહેલા અશોકે તેની પર ગોળી ચલાવતા હારવીના પીઠના ભાગે ગોળી ઘૂસી ગઈ હતી.હાલ માં તેની સારવાર હોસ્પિટલ માં ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *