સ્માર્ટફોનમાંથી સતત નીકળતી બ્લૂ લાઇટ વ્યક્તિને વહેલી વૃદ્ધ કરી નાંખે છે ! : શોધ

માનવીના શરીરમાં જે કુદરતી ઘડિયાળ છે, તે સૂર્યના પ્રકાશ સાથે તાલમેલ મિલાવીને ચાલે છે. એ જૈવિક ઘડિયાળ દિવસ રાતને ઓળખે છે અને તેના આધારે શરીરની તમામ પ્રવૃત્તિ પર તે નિયંત્રણ રાખે છે. રાત્રિ દરમિયાન કેટલીક ક્રિયા ધીમી પડે છે, તો દિવસે શરીર સતત ધમધમતું રહે છે. આ ગતિવિધિ આપણા આરોગ્ય માટે સારી છે, પરંતુ વિકાસની સાથે સાથે આપણો દિવસ લાંબો થતો ગયો છે. વીજળીના ગોળા આવ્યા અને હવે તો મહાનગરોમાં એલઇડી લાઇટ સાથે જાણે રાત્રે પણ નાના નાના સૂર્યો પ્રકાશ રેલાવતા રહીને રાત્રિને પણ દિવસ જ બનાવી દેતા હોય છે. રાત્રિનો અંધકાર માનવીને પહેલાંથી જ ડરાવતો રહ્યો છે અને તેને કારણે જ આપણા ગુફાવાસી પૂર્વજોએ આગની શોધ કરી હતી. પરંતુ એ તરફ એક વખત ઉઠાવેલું પગલું આજે માનવીને કુદરતના દિવસ- રાતથી જોજનો દૂર લઈ ગયું છે. આ પ્રકાશનું આધુનિકરૂપ એટલે બ્લૂ લાઇટ કહી શકાય.

હવે એવા ઉપકરણો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે કે, તેમાંથી બ્લૂ લાઇટનું ઉત્સર્જન થતું રહે છે અને એ ઉત્સર્જન આપણી જૈવિક ઘડિયાળને ખોરવી નાંખે છે. જૈવિક ઘડિયાળ ખોરવાય એટલે શરીરનું તંત્ર આખું ખોરવાઈ જતું હોય છે, સરવાળે આપણું શરીરના કોષો ખાસ કરીને મગજના કોષો ખવાઈ રહ્યા છે, તેને કારણે વૃદ્ધત્વ હવે વહેલું આવી રહ્યું છે, તો સાથે સાથે કેન્સરોનું જોખમ પણ આ પ્રકાશને કારણે વધી ગયાનું સંશોધન ચેતવણીસૂચક છે. ફોન અને કોમ્પ્યૂટરોમાંથી નીકળતી બ્લૂ લાઇટના સંસર્ગમાં વધુ રહેવાને કારણે વૃદ્ધત્વ ઝડપી બનતું હોવાનું સંશોધકોએ સૂચવ્યું છે. ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ ફળ માખી ઉપર કરેલા પ્રયોગામાં જણાયું છે કે, એલઇડી તરંગોથી મગજના કોષો ખવાઈ જતા હોય છે. વિજ્ઞા।નીઓ તો ત્યાં સુધી કહે છે કે, આ બ્લૂ લાઇટ સીધી તમારી આંખ ઉપર પડતી ન હોય તો પણ તમારામાં વૃદ્ધત્વની પ્રક્રિયા ઝડપી બનાવે છે.

બ્લૂ લાઇટ શું છે?

લોંગ લાસ્ટિંગ, એનર્જી એફિશિયન્ટ અને ઇનએક્સ્પેન્સિવ એટલે કે, ન્ઈડ્ઢ ટેક્નોલોજીએ દાયકામાં સામાન્ય વીજળીના બજારમાં અડધો કબ્જો જમાવી લીધો છે.

આવતા વર્ષના અંત સુધીમાં તેનો હિસ્સો ૬૦ ટકા સુધી પહોંચી જશે એમ ઉદ્યોગના નિષ્ણાતો માને છે.

જો કે, એલઇડી પ્રકાશ તેજસ્વિતાની સરખામણીએ તેના સ્ટાન્ડર્ડ બલ્બ કરતાં વધુ બ્લૂ લાઇટ ફેંકે છે.

બ્લૂ લાઇટ એટલે એવો પ્રકાશ જેની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હોય છે અને તે સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા સપાટ સ્ક્રીન પરથી નીકળે છે.

લાંબા સમયથી એવી શંકા સેવાય છે કે, જે લોકો રાત્રિની નોકરી કરે છે અને લાંબા સમય સુધી કૃત્રિમ પ્રકાશમાં રહે છે, તેમને કેન્સર થવાનું જોખમ વધુ હોય છે.

આ પ્રકાશને કારણે શરીરમાં મેલેટોનીનનું ઉત્પાદન સાવ ઓછું થાય છે, જે જૈવિક ઘડિયાળના નિયંત્રણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તે અન્ય હોર્મોનને પણ ખોરવી નાંખે છે. પ્રોસ્ટેટ અને બ્રેસ્ટ કેન્સર હોર્મોન સબંધિત હોવાનું જાણીતું છે.

બ્લૂ લાઇટ ચામડીમાં ઊંડે સુધી કેન્દ્રિત થાય છે, જેને કારણે ચામડી પાતળી પડે છે, તે વધુ તરડાતી હોવાનું ડર્મેટોલોજિસ્ટ દાવો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *