પોલીસે જાહેરમાં જન્મદિનની ઉજવણી કરતા હતા, અને જયારે પોલીસ કોન્સ્ટેબલે ના પાડી તો આ નવયુવાનોએ પોલીસ ઉપર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીના સરિતા વિહાર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર બીએમડબલ્યુ ચલાવવાની કોશિશનો કિસ્સો બહાર આવ્યો છે. મંગળવારે રાત્રે કોન્સ્ટેબલ જીતેન્દ્ર અને અંકુર ડયુટી પર હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
ડયુટી દરમ્યાન, સરિતા વિહાર વિસ્તારના એચ પોકેટ માર્કેટમાં એક BMW કાર એટીએમ નજીક પાર્ક કરેલી જોવા મળી હતી, જેના પર કેક મૂકવામાં આવી હતી. કેટલાક છોકરાઓ BMW કાર પાસે અવાજ કરતા દેખાયા તેમને છોકરાઓને રાત્રે ઘરે જવા કહ્યું, પરંતુ છોકરાઓ ઘરે ન ગયા અને તેમની સાથે દલીલ શરૂ કરી દીધી. છોકરાઓએ કહ્યું, “અમે સ્થાનિક છીએ, જન્મદિવસની પાર્ટી અહીં જ થશે, ચાલો જોઈએ કોણ રોકે છે.”
આ પછી અંકુરને સરિતા વિહાર પોલીસ સ્ટેશન બોલાવાયો. પોલીસ વાનને જોઇને છોકરાઓ જનતા ફ્લેટ માનદપુર ખાદર તરફ દોડવા લાગ્યા. પોલીસની ગાડીએ તેમનો પીછો શરૂ કર્યો હતો. બીએમડબ્લ્યુ કારે એચ પોકેટ પાસે અચાનક વળાંક લીધો.
દક્ષિણ પૂર્વ જિલ્લાના ડીસીપી આરસીપી મીનાએ જણાવ્યું હતું કે, આ દરમિયાન કોન્સ્ટેબલ જીતેન્દ્ર અને અંકુર છોકરાઓને કાર રોકવા માટેના સંકેતો આપતા રહ્યા હતા. ડ્રાઈવરે કાર કોન્સ્ટેબલ અંકુર પર ચડાવાનો પ્રયાસ કર્યો. પરંતુ અંકુરે છલાંગ લગાવી અને પોતાનો જીવ બચાવ્યો. આમાં જીતેન્દ્રના પગમાં ઇજા પહોંચી હતી. અત્યારે કોન્સ્ટેબલ જીતેન્દ્ર હોસ્પિટલમાં દાખલ છે.
કોન્સ્ટેબલ સાથે આવી હરકતો કરનારી કાર નો પોલીસે પીછો કર્યો, પરંતુ ભાગવાના ચક્કરમાં BMW કાર એ ફરી વાર એક જ્યુસની દુકાનને ટક્કર મારી. તેમાં એક વ્યક્તિ ઘાયલ પણ થઈ હતી. કારમાંથી બીયરની બોટલો મળી આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle