દેશની સુરક્ષા કરતા જવાનો પર કોરોનાનો કેર- વધુ 68 સૈનિકોના રીપોર્ટ પોઝીટીવ

કેન્દ્રીય સુરક્ષા બળના 68 વધારે જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામ પૂર્વ દિલ્હીસ્થિત crpf battalion ના એક જ કેમ્પમાંથી છે. અત્યાર સુધી આ કેમ્પમાં 122 જવાનો પોઝીટીવ મળ્યા છે. તેમને મળીને આ સુરક્ષા બળના 127 જવાનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. એમાંથી એક જવાન સાજો થયો છે જ્યારે એક જવાનનું મૃત્યુ થઈ ગયું છે. સીઆરપીએફ દેશની સૌથી મોટી પેરામિલિટરી ફોર્સ છે.આમાં લગભગ ૩.૨૫ લાખ જવાનો અને અધિકારીઓ અલગ-અલગ સ્થાન પર પોતાની સેવાઓ આપે છે.

દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 37257 થઈ ગઈ છે. દસ હજારથી વધારે લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેક 1008 દર્દીઓ વધ્યા, આ ઉપરાંત ગુજરાતમાં 326, દિલ્હીમાં 223, પંજાબમાં 105, રાજસ્થાનના 82, તમિલનાડુમાં 203, બિહારમાં 41 સહિત 2391 થી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ આંકડાઓ સરકારની અધિકારી વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કુલ સંખ્યા 37336 છે. 26167 નો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે 9950 સ્વસ્થ થઈ ચૂક્યાં છે અને 1218 મૃત્યુ થઈ ચૂક્યા છે.

મજૂરો માટે સ્પેશિયલ છ ટ્રેનો ચાલુ કરવામાં આવી

lockdown વચ્ચે બીજા રાજ્યોમાં ફસાયેલા મજૂરો વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે ૨૪ કલાકમાં છ સ્પેશિયલ ટ્રેન ચાલુ કરવામાં આવી. પહેલી ટ્રેન ગુરુવારે તેલંગાણા થી ઝારખંડના હટીયા સુધી ચાલી હતી. તે મોડી રાત્રે હટીયા પહોંચી ગઈ. આ ઉપરાંત બાકી પાંચ ટ્રેન જયપુર થી પટના, કોટા થી હટિયા, નાસિક થી લખનઉ, નાસિક થી ભોપાલ, કેરલ થી ભુવનેશ્વર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *