માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલના દિવસોમાં તરાજથી પલસાણા હાઈવે મોતનો માર્ગ બની ગયો હોય તેમ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. હાઇવે ઓથોરીટીની બેદરકારીને લીધે અવારનવાર આ માર્ગ પર અકસ્માત સર્જાતાં હોય છે.
ગતરોજ સવારનાં સમયે તરાજ ગામની સીમમાં હાઇવે પર આવેલ કટ પાસે એક લક્ઝરીયસ કાર ચાલકે બળદ ગાડાને અડફેટે લેતાં બંને બળદોને ગંભીર ઇજા પહોંચી હતી. આની સાથે જ બળદ ગાડામાં બેસેલા એક આધેડને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.
પલસાણા તાલુકામાં આવેલ તરાજ ગામમાં મોટા હળપતિવાસમાં જમાઈ-દીકરી સાથે રહેતા ઉમેદભાઈ ભાણાભાઈ રાઠોડ ગતરોજ સવારના 8:15 વાગ્યાનાં સુમારે બળદગાડુ લઈ તરાજ ગામે હાઇવે ઉપર આવેલ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલ એક BMW કાર નંબર GJ-05-JN -0352 ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પોતાની કાર બળદગાડાની પાછળ ટક્કર લગાવી હતી.
હાઈવે પર સર્જાયેલ આ અકસ્માતમાં બંને બળદોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે બળદગાડુ હંકારનાર ઉમેદભાઈ રાઠોડ દૂર ફંગોળાઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર પછી મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.