BOARD RESULT: સાડીની દુકાન ચલાવનાર પિતાની દીકરીએ પરિણામમાં વગાડ્યો ડંકો, 99.43 PR મેળવીને પરિવારનું નામ રોશન કર્યું

GSEB result, Ahmedabad BOARD RESULT, 12 science result: માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GHSEB RESULT ધોરણ 12 સાયન્સ અને…

GSEB result, Ahmedabad BOARD RESULT, 12 science result:

માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GHSEB RESULT ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ ગઈ કાલે સવારે જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

વિદ્યાર્થિની મીરા ગિરીશભાઈ વિરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મારા પિતા સાડીની દુકાન ચલાવે છે. મેળલી માહિતી અનુસાર મીરાને 99.35 PR આવ્યા છે. મીરાએ જણાવ્યું કે, દરરોજ 10 કલાક અભ્યાસ કરતી હતી અને રોજનું રોજ રિવિઝન કરતી હતી. મીરાને ગુજકેટનું પરિણામ પણ ખુબજ સારું આવ્યું છે.

વિદ્યાર્થિની મીરા ગિરીશભાઈને ગુજકેટમાં 99.43% આવ્યા છે. મીરાને ફિઝિક્સમાં 100 માંથી 88, 100 માંથી 90 કેમિસ્ટ્રીમાં અને બાયોલોજીમાં 100માંથી 94 માર્ક આવ્યા છે. મીરાએ વધુ વાત કરતા જણાવ્યું કે, હવે મારે આગળ ડોક્ટર બનવું છે, હું ડોક્ટર બનવા માટે મહેનત અવિરત ચાલુ જ રાખીશ અને રવિવારના રોજ NEETની પરીક્ષા છે, એમાં પણ આટલા જ સારા માર્ક હું મેળવીને રહીશ.

ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *