વારાણસી(Varanasi): વારાણસીની ગંગા નદી (River ganga)માં સોમવારે મોટો અકસ્માત(Accident) થયો હતો. સોમવારે ભેલુપુર(Bhelupur) વિસ્તારમાં પ્રભુ ઘાટની સામે ગંગા નદીમાં એક હોડી(boat) ડૂબી ગઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ચકચાર મચી ગઈ હતી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યના (Chief Minister Yogi Adityana)થે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, સાથે જ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે વારાણસીમાં પ્રભુ ઘાટની સામે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, વારાણસીના પ્રભુ ઘાટ પાસે બોટ પલટી જતાં પાંચ લોકો ડૂબી ગયા હતા. જેમાં ચાર લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. હોડી ડૂબી જવાથી સંજય (30 વર્ષ), અનસ (22 વર્ષ), ઈમામુદ્દીન (30 વર્ષ) અને સની (26 વર્ષ)ના મોત થયા છે.
સીએમ યોગીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે:
પ્રાપ્ત વિગતો મુજબ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને દિલાસો આપતા તેમણે પ્રત્યેકને બે લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
બેને ખલાસીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા:
તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બોટ અચાનક પલટી જવાથી ખલાસીઓ દ્વારા બે લોકોનો આબાદ બચાવ થયો છે. આ દરમિયાન ચારના મોત નીપજ્યા હતા. વારાણસીના એડિશનલ ડીસીપીના જણાવ્યા અનુસાર, આ યુવકો ફિરોઝાબાદના ટુંડલાથી અહીં આવ્યા હતા. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.