BOB Vacancy: જો તમે બેન્કમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો આ માહિતી તમારા માટે મહત્ત્વની છે. બેન્ક ઓફ બરોડા (BOB Vacancy)માં SO જગ્યા પર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ છે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો 17 જાન્યુઆરી, 2025 સુધી અરજી કરી શકશે.
કઈ જગ્યા પર થશે ભરતી
આ ભરતી અભિયાન મારફતે કૂલ 1267 જગ્યા ભરવામાં આવશે
ગ્રામીણ અને કૃષિ બેન્કિંગ- 200 જગ્યા
રિટેલ લાયાબિલિટીઝ -450 જગ્યા
MSME બેન્કિંગ- 341 જગ્યા
ઈન્ફોર્મેશન સિક્યુરિટી- 9 જગ્યા
ફેસિલિટી મેનેજમેન્ટ- 22 જગ્યા
કોર્પોરેટ એન્ડ ઈન્સ્ટિટ્યુશનલ લેન્ડિંગ- 30 જગ્યા
ફાયનાન્સ- 13 જગ્યા
ઈન્ફોર્મેશન ટેકનોલોજી- 177 જગ્યા
એન્ટરપ્રાઈઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ- 25 જગ્યા
પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે
આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ, સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા અન્ય કોઈપણ કસોટીનો સમાવેશ થઈ શકે છે જે આગળની પસંદગી પ્રક્રિયા માટે યોગ્ય માનવામાં આવે છે. ત્યારબાદ ઓનલાઈન ટેસ્ટમાં યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે જૂથ ચર્ચા એટલે કે ગ્રુપ ડિસ્કશન અને/અથવા ઈન્ટરવ્યુ લેવામાં આવે છે.
આ પ્રમાણે ટેસ્ટ લેવામાં આવશે
ઓનલાઈન ટેસ્ટમાં 150 પ્રશ્નો હશે અને કુલ 225 ગુણ હશે. પરીક્ષાનો સમયગાળો 150 મિનિટનો છે. ઓનલાઈન પરીક્ષા અંગ્રેજી ભાષાની પરીક્ષા સિવાય બે ભાષા એટલે કે અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App