સુરતમાં મોડી રાતે 14 વર્ષીય દીકરીનો મૃતદેહ લઇ દફનવિધિ કરવા નીકળ્યો પરિવાર, ખાડો ખોદી રહ્યા હતા ત્યાં પોલીસ ત્રાટકી અને…

Hazira, Surat: સુરત શહેરના હજીરા ગામમાં 14 વર્ષીય કિશોરીનું મૃત્યુ થતાં પરિવાર કોઈને ખબર ન પડે તે રીતે દફનવિધિ કરવા જઈ રહ્યો હતો, ત્યાં અચાનક…

Hazira, Surat: સુરત શહેરના હજીરા ગામમાં 14 વર્ષીય કિશોરીનું મૃત્યુ થતાં પરિવાર કોઈને ખબર ન પડે તે રીતે દફનવિધિ કરવા જઈ રહ્યો હતો, ત્યાં અચાનક પોલીસે ઝડપી લીધા હતા. મોડી રાત્રે દીકરીનો મૃતદેહ દફનાવા નીકળેલા પરિવારને જોઈ અનેક શંકાઓ ઊભી થઈ હતી. ઘટનાને પગલે હજીરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પિતાનું કહેવું છે કે કિશોરીએ આપઘાત કર્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, ગઈકાલે હજીરા ગામમાં એક પરિવારની દીકરી મોતને ભેટી હતી. નાની ઉંમરે કિશોરીનું મોત થતા પરિવારજનો મોડી રાત્રે દફનવિધિ માટે ગયો હતો. આ વાતની જાણ કોઈને પણ નહોતી. હજીરા પોટ નજીક ખુલ્લી અવાવરુ જગ્યામાં પરિવાર કિશોરીના મૃતદેહને દફનાવી રહ્યો હતો.

હજીરા ગામમાં રહેતો પરિવાર કિશોરીની લાશને ટ્રેક્ટરમાં લઈ જઈ દફનાવાની તૈયારી કરી રહ્યો હતો. તેવામાં લોકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને તેમણે જોયું તો, ત્યાં કિશોરીના મૃતદેહ ને દફરાવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારબાદ પોલીસે લાશનો કબજો લઈ લીધો અને પીએમઓ માટે મોકલવાની તજવીજ શરૂ કરી. મૃતદેહને લાવવામાં આવેલું ટ્રેક્ટર પણ પોલીસે જપ્ત કરી લીધું છે.

જાણવા મળ્યું છે કે, આ પરિવારે દીકરીના મોત અંગે કોઈને પણ જાણ કરી નહોતી. જેને પગલે હજીરા ગામમાં આ પરિવારને લઈ અને ચર્ચાઓ ચર્ચાઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ છોકરી નું કુદરતી મોત નહીં પરંતુ આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આપઘાતનું કારણ કે કોઈ સુસાઇડ નોટ સામે આવી નથી.

ઘટના અંગે હજીરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જી એસ પટેલે જણાવતા કહ્યું કે, સુરતના હજીરામાં એક પરિવાર અવાવરુ જગ્યાએ કિશોરીના મૃતદેહને દફનાવી રહ્યો હતો, જેની અમને માહિતી મળી હતી. માહિતી આપનાર ત્યાંના સ્થાનિકો હતા. ત્યારબાદ ઘટનાની ગંભીરતા ને જોઈને ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો કરવામાં આવ્યો હતો.

ઘટના અંગે પરિવારે જણાવતા કહ્યું, અમે અમારા રીતે રિવાજ પ્રમાણે દફનવિધિ કરી રહ્યા હતા. વધુમાં જણાવ્યું કે, અમારા પરિવારમાં જેમના લગ્ન ન થયા હોય અને ઉંમર નાની હોય ત્યારે અમે દફનાવવાની વિધિ કરીએ છીએ. જોકે હાલ પોલીસે કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. રિપોર્ટ સામે આવ્યા બાદ સ્પષ્ટ થશે કે કિશોરીનું મૃત્યુ કેવી રીતે થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *