ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલનું નિધન- અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ

Former Education Minister Hasmukh Patel passed away: ગુજરાત (Gujarat)ના રાજકારણમાં ફરી એક વાર ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો એક વિચારક,…

Former Education Minister Hasmukh Patel passed away: ગુજરાત (Gujarat)ના રાજકારણમાં ફરી એક વાર ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો એક વિચારક, શિક્ષણવિદ અને વ્યવસાયે પ્રાધ્યાપકની લાંબી કારકિર્દી મેળવી ચૂકેલા કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી હસમુખ પટેલે (Hasmukh Patel) ગઈકાલે અમદાવાદ (Ahmedabad) ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા થોડા સમયથી હસમુખ પટેલને ફેફસા અને હાર્ટની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા અને તેઓ સારવાર પણ લઈ રહ્યા હતા.

84 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે લીધા અંતિમ શ્વાસ લીધા:

મહત્વનું છે કે, સ્વ. હસમુખભાઈ પટેલના નામે અનેક સિદ્ધિઓ જોડાયેલી છે. જો વાત કરવામાં આવે તો માર્ચ 1985થી જુલાઈ 1985 સુધી એટલે કે સાતમી ગુજરાત વિધાનસભામાં તે સંસદીય કોંગ્રેસ પક્ષના દંડક રહ્યા હતા. આ સિવાય હસમુખ પટેલ ગુજરાત સરકારમાં રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે.

અલગ-અલગ અનેક મેગેઝિનોમાં અર્થશાસ્ત્ર, રાજકારણ, શિક્ષણ અને પક્ષની નીતિઓ તથા કાર્યક્રમો પર પણ અગણિત લેખો લખી ચૂક્યા છે. હસમુખ પટેલના શિક્ષણ ક્ષેત્રે અથાગ પ્રયત્નો અને નિષ્ઠાપૂર્વક કામગીરીના કારણે ગુજરાતનાં તમામ નાગરિકોની સ્મૃતિમાં આજીવન તેની યાદગીરી જળવાઈ રહેશે.

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરાયું દેહદાન:

અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ શિક્ષણમંત્રીના નિધનના સમાચાર સાંભળીને હાલ ગુજરાત કોંગ્રેસ પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. 84 વર્ષની ઉંમરે તેઓએ પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હસમુખભાઈના પરિવારે તેમની ઈચ્છા અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *