રામની નગરીમાં રાવણ જેવું કૃત્ય: દલિત યુવતીની નગ્ન અવસ્થામાં આંખો કાઢેલી લાશ મળી

Ayodhya Crime News: ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં એક દલિત યુવતીની શનિવારના રોજ લાશ મળી આવી હતી. યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી છે. તેના હાથ પગ બાંધેલા છે. યુવતીની હત્યા કરી તેની આંખો પણ કાઢી લેવામાં આવી હતી અને શરીર (Ayodhya Crime News) પર ઘણા ઘા પણ મળી આવ્યા છે. પોલીસે યુવતી સાથે સામુહીક દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરી છે.

પોસ્ટમોર્ટમની રાહ
અયોધ્યાના પોલીસ અધિકારી આશુતોષ તિવારીએ જણાવ્યું કે 22 વર્ષની એક યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે શુક્રવારે પ્રાથમિક તપાસ આદરી હતી. શનિવારે સવારે યુવતીની લાશ લગ્ન અવસ્થામાં મળી આવી હતી. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેના બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ધાર્મિક કાર્યક્રમમાં જાઉં છું એવું કહી નીકળી હતી
તેમણે જણાવ્યું હતું કે યુવતી ગુરુવારે રાત્રે 10:00 વાગ્યે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવાની વાત કરી ઘરેથી નીકળી હતી પરંતુ પાછી ફરી ન હતી. ત્યારબાદ તેના પરિવારજનોએ ગામમાં તેની શોધખોળ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારજનોએ શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે પણ આ યુવતીની શોધ ખોળ કરવામાં ઢીલાશ રાખી છે.

કાઢવામાં આવી આંખ
તેમણે જણાવ્યું હતું કે શનિવારે સવારે યુવતીના જીજાને તેની લાશ ગામથી અડધો કિલોમીટર દૂર એક નહેરમાં મળી હતી. તેમણે લાશ મળ્યાની જાણકારી પરિવારને આપી. જેના બાદ ઘટના સ્થળે ભીડ જમા થઈ ગઈ હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતીની આંખો પણ કાઢી લેવામાં આવી હતી અને તેના શરીર પર ઘણા ઘાના નિશાન પણ મળ્યા હતા. તેમણે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે યુવતીની લાશ નગ્ન અવસ્થામાં મળી હતી અને તેની આંખો પણ કાઢી લેવામાં આવી હતી. હાથ પગ દોરડા વડે બાંધવામાં આવ્યા હતા અને તેના ચહેરા પર ગંભીર ઈજાના નિશાનો પણ હતા. પોલીસે જણાવ્યું હતું કે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.