પાટણના સિદ્ધપુરમાં ચાર દિવસથી પાણી ન આવતાં પાલિકાએ ખોદકામ કર્યું તો નીકળ્યા યુવતીના ટુકડે-ટુકડા

Body of girl found in water pipeline, Siddhapur, Patan: ગુજરાતના પાટણ શહેરમાંથી ધ્રુજાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. પાટણના સિદ્ધપુર (Siddhapur, Patan) ના ઉપલી વિસ્તારમાં…

Body of girl found in water pipeline, Siddhapur, Patan: ગુજરાતના પાટણ શહેરમાંથી ધ્રુજાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે. પાટણના સિદ્ધપુર (Siddhapur, Patan) ના ઉપલી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માંથી એક યુવતીની લાશ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. શહેરના ઉપલી વિસ્તારમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી પાણી નહોતું આવતું, જેને પગલે લોકોએ નગરપાલિકાને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદ મળતા જ નગરપાલિકાની ટીમ દ્વારા પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પાણીની પાઇપલાઇનમાં ખોદકામ દરમ્યાન નગરપાલિકાને એવી વસ્તુ મળી આવી કે, દરેકને ધોળા દિવસે અંધારા આવી ગયા. તપાસ દરમિયાન નગરપાલિકાને પાઇપલાઇન માંથી એક યુવતીના ટુકડે ટુકડા મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં આકાર મચી ગયો છે.

પાણીની પાઇપલાઇન માં કેવી રીતે પહોંચ્યો યુવતીના મૃતદેહ?
પાઇપલાઇનમાં કહોવાઈ ગયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા નગરપાલિકાની ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસ પણ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પણ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી મૃત યુવતીના મૃતદેહોના અવશેષો એકઠા કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ આ મૃત યુવતી કોણ છે? આ યુવતીનો મૃતદેહ પાઇપલાઇનમાં કેવી રીતે આવ્યો? તે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાને પગલે સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે જણાવતા કહ્યું કે, તારીખ 11 અને 12 એ પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. જેની ફરિયાદ મળતા પાઇપલાઇન ખોદવાનો કામ શરૂ કર્યું હતું અને અંદર કંઈક ફસાયેલું લાગતા ધ્યાનથી જોયું તો માનવ મૃતદેહ મળી આવ્યો. રોજબરોજ પાણીનો વપરાશ કરતા લોકોએ જ્યારે પાણીની પાઇપલાઇનમાં માનવ મૃતદેહ જોયો ત્યારે દરેકના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *