સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત: રેલવે યાર્ડ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં મચી ચકચાર

સમગ્ર રાજ્યમાં એકબાજુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે બીજી બાજુ હત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત હવે ક્રાઈમ…

સમગ્ર રાજ્યમાં એકબાજુ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે બીજી બાજુ હત્યાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત હવે ક્રાઈમ સિટી બની ચુક્યું છે. કારણ કે, અવારનવાર ગુનાઓની ઘટના સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે.

સુરત રેલવે પોલીસની હદમાં આવેલ રેલવે યાર્ડમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આની સાથે-સાથે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે.

આની સાથે જ યુવકને પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મૃતક અજાણ્યા યુવકની પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જયારે બીજી બાજુ હત્યારાને પકડી પાડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બીજા દિવસે વધુ એક હત્યા :
શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ગઈકાલે સુરતમાં આવેલ લિંબાયત વિસ્તારમાં બુટલેગરની હત્યા કરવામાં આવી હતી. જયારે બીજી બાજુ આજે સુરત રેલ્વે યાર્ડ નજીક એક અજાણ્યા ઇસમની હત્યા કરીને મૃતદેહ મળી આવતા હોબાળો મચી જવાં પામ્યો હતો.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. આની સાથે જ મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જઈને તપાસ શરુ કરવામાં આવી છે. મૃતક ઇસમની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હોવાની આંશકા રહેલી છે. આની સાથે જ મરનાર યુવક કોણ છે તેમજ તેની હત્યા કોણે તથા કેમ કરી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *