દેશના યુવાધનને નશામુક્ત કરવાંનાં ઉદ્દેશની સાથે સુરતમાં પ્રજાસતાક પર્વની કરવામાં આવી અનોખી રીતે ઉજવણી

ગઈકાલે એટલે કે 26 જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં કોરોનાને ધ્યાનમાં લઈ આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. સમાજને નશામુક્ત કરવાના ધ્યેય સાથે ‘સે નો ટુ ડ્રગ્સ’ના મંત્રની સાથે કામ કરતા યુથ નેશન સંસ્થા રેલીનું આયોજન કરતી હોય છે.

દર વર્ષની જેમ આ વર્ષ દરમિયાન પણ 26મી જાન્યુઆરી એટલે કે, પ્રજાસતાક પર્વની આન-બાન સાથે ઉજવણી કરવા સાથે સુરત શહેરમાં ભવ્ય કાર રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. કાર રોડ શોમાં શહેરની વિભિન્ન સંસ્થાઓ એક સાથે મળીને ‘સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ લાઇફ’નો મેસેજ આપવામાં આવ્યો હતો.

બેન્ડ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાયા :
‘સે નો ટુ ડ્રગ્સ’રોડ શો રેલીની આગેવાની હેઠળ ટ્રાફિક પોલીસના જવાનો તથા શહેરની બાઈકિંગ કવીન્સ સભ્યો નાગરિક સુવિધા કેન્દ્ર અઠવાલાઇન્સથી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રગીતની સાથે રેલીની શરૂઆત કરવામાં આવી હતી. જેને શહેર પોલીસ કમિશનર અજય તોમરનાં રદ હસ્તે ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યો હતો.

રોડ શો રેલીનું મુખ્ય આકર્ષણ 20 -20 ફૂટના 3 ટ્રેલર રહ્યા હતા. અનોખી રીતે સજાવવામાં આવેલ ટ્રેલર પર લોકોને ‘સે નો ટુ ડ્રગ્સ’ નો સંદેશ આપવામાં આવ્યો હતો. મ્યુઝિકલ બેન્ડ ઉડાન અને એકોસ્ટિક દ્વારા સતત દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

રેલીનો મુખ્ય ઉદ્દેશ :
યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ વિકાસ દોશી જણાવે છે કે, ડ્રગ્સના નશાને લીધે સમગ્ર દેશના બરબાદ થતાં યુવાધનને નશાના નરકમાંથી બહાર લાવવા માટે તેમજ ડ્રગ્સના સેવનથી થતાં દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે રોડ શો રેલીનું આયોજન કરવામાં આવતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *