ધડ વગર જ રસ્તા પર દોડતું શરીર કેમેરામાં થયું કેદ- આ વિડીયો જોઇને હચમચી જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

તમે હોરર ફિલ્મોમાં જોયુ જ હશે કે ધડ વગર પગ ચાલતા હોય છે. તમને આવા ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર પણ મળી જશે. પરંતુ એક આવો જ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ તમે પણ હેરાન થઇ જશો. ખરેખર આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, સફેદ રંગનું પેન્ટ પહેરીને બે પગ દોડી રહ્યાં છે. આ પગ ઉપરનું ધડ નજરે જોવા મળતું નથી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયોને The Hidden Undervelly 2.0 નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ વીડિયો 94 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ધડાધડ શેર કરી રહ્યા છે.

એક માણસ તેના પાલતુ સસલાનો વીડિયો શૂટ કરી રહ્યો છે. વીડિયો દરમિયાન એક બાળક પણ સસલાને જોઈ રહ્યું છે. ત્યારબાદ અચાનક સફેદ પેન્ટ પહેરેલા બે પગ ગલીમાં દોડતા જોવા મળે છે. આ પગ ઉપરનું ધડ હોતું નથી. બાળક આ સમગ્ર ઘટના જોઈને ડરી જાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તો આ વીડિયોને ભૂતિયા પણ કહી રહ્યા છે. ત્યારે જ કેટલાક લોકો આ વિડીયોને એક પ્રેંક કહી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી પરંતુ લોકોને વિચારતા આ વીડિયોએ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *