લ્યો બોલો..! સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો; પોલીસે વગર ડીગ્રીના એકસાથે 15 ડોકટરોની કરી ધરપકડ

Surat Duplicate Doctor: સુરતમાં પાંડેસરા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી બોગસ તબીબોની હાટડીઓ ઉપર સપાટો બોલાવ્યો હતો. લોકોના આરોગ્યની સાથે(Surat Duplicate Doctor) ચેડા કરતા 15 બોગસ તબીબોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અલગ-અલગ ઇન્જેક્શન, સીરપ મળી કુલે રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ મથકને સૂચના આપી હતી કે, જ્યાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય ત્યાં રેડ કરવામાં આવે. આવા તબીબો સામે ગુનો નોંધી તેમને જેલહવાલે કરવામાં આવે. આ આદેશને પગલે પાંડેસરા પોલીસે મંગળવારે બપોરે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પાંડેસરા વિસ્તારમાં ચાલી રહેલા ક્લિનિકો પર છાપામારી કરવામાં આવી હતી.

15 બોગસ તબીબ ઝડપાયા
એસઓજી બાદ પાંડેસરા પોલીસ દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતાં. આ એવા તબીબો હતા જેઓ પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હતી. ભૂતકાળમાં કમ્પાઉન્ટર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઉભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયા લઈ ગરીબ દર્દીઓને દવા આપતા હતાં.

આ તપાસમાં કુલ 15 તબીબોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તપાસ દરમિયાન કુલ રૂ 59 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ SOG પોલીસ દ્વારા આ જ રીતે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લિંબાયત અને પાંડેસરા વિસ્તારમાંથી ડઝનો બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા.